ઇન્ડિયન યુટ્યુબર્સને મોટો ફટકો, YouTube એ ડિલીટ કર્યા 19 લાખ નકલી વીડિયો

  • August 31, 2023 06:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં મોટી કાર્યવાહી કરતા, યુટ્યુબે તેના પ્લેટફોર્મ પરથી 1.9 મિલિયનથી વધુ વીડિયો દૂર કર્યા છે. ગૂગલે તેના વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર જાન્યુઆરી 2023થી માર્ચ 2023 દરમિયાન અપલોડ કરેલા આ વીડિયોને હટાવી દીધા છે. રિપોર્ટ અનુસાર, યુટ્યુબે આ વીડિયોને તેના કોમ્યુનીટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ કોઈપણ દેશમાં YouTube દ્વારા દૂર કરવામાં આવેલા વીડિયોની સૌથી વધુ સંખ્યા છે. આ સમયગાળા દરમિયાન, યુટ્યુબે વૈશ્વિક સ્તરે તેના પ્લેટફોર્મ પરથી 6.48 મિલિયન એટલે કે લગભગ 65 લાખ વિડિયો દૂર કર્યા છે.

ગ્લોબલ કોમ્યુનિટી ગાઈડલાઈન્સ હેઠળ યુઝર્સ દ્વારા રિપોર્ટ કરાયેલ ડેટાના આધારે YouTube એ આ વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. ભારત બાદ અમેરિકામાંથી 6,54,968 વીડિયો હટાવવામાં આવ્યા છે. રશિયાના 4,91,933 વીડિયો અને બ્રાઝિલના 4,49,759 વીડિયો દૂર કરવામાં આવ્યા છે.

આ વીડિયોને હટાવ્યા પછી, ગૂગલના વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે એક નિવેદન જારી કરીને કહ્યું કે કંપની શરૂઆતથી જ તેના કોમ્યુનીટી ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી રહી છે. અમારા પ્લેટફોર્મ પરથી હાનિકારક કન્ટેન્ટ સતત દૂર કરવામાં આવે છે. અમે અમારી પોલીસી  અનુસાર કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે મશીન લર્નિંગ અને માનવ સમીક્ષાઓનો ઉપયોગ કરીએ છીએ.

આ મહિનાની શરૂઆતમાં, YouTubeએ કહ્યું હતું કે ખોટી માહિતી એટલે કે નકલી માહિતી અમારા પ્લેટફોર્મ પર છે અને તે સમાજને અસર કરે છે. આ માટે અમે ટેક્નોલોજી અને AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આવા નકલી વીડિયો અને માહિતીને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોમ્યુનીટી ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application