બજરંગ પુનિયા પર NADA દ્વારા મોટી કાર્યવાહી, ડોપ ટેસ્ટ ન આપવા બદલ કરાયા સસ્પેન્ડ

  • May 05, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ દેશના સ્ટાર રેસલર બજરંગ પુનિયા સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ એન્ટ્રી ડોપિંગ એજન્સીએ બજરંગ પુનિયાને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધો છે. માર્ચમાં સોનીપતમાં આયોજિત નેશનલ ટ્રાયલ દરમિયાન પુનિયાએ ડોપ સેમ્પલ આપ્યા ન હતા, જેના કારણે NADAએ આ કાર્યવાહી કરી છે. સાથે જ બજરંગ પુનિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

​​​​​​​

10 માર્ચે સોનીપતમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે પસંદગીની ટ્રાયલ યોજાઈ હતી. આ ટ્રાયલમાં બજરંગ પુનિયા પાસ નથી થયો. પુનિયાને મેન્સ ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા સેમિફાઇનલમાં રોહિત કુમાર સામે 1-9થી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તે રવિન્દર સામે જીત નોંધાવવામાં સફળ રહ્યો હતો. 


સેમિફાઇનલમાં હાર્યા બાદ પુનિયાએ તરત જ ગુસ્સામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સેન્ટર છોડી દીધું હતું. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)ના અધિકારીઓએ પૂનિયાના ડોપ સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે તેમાં પણ ના પાડી દીધી હતી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application