અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર

  • April 08, 2025 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં ચાલી રહેલા કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં સોમવારે એક અણધારી ઘટના બની હતી. દેશના ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ ભારે ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા. જો કે, ત્વરિત સારવાર મળતા તેમની તબિયત હાલમાં સુધારા પર છે.


અમદાવાદ 8 અને 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના 84મા રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બની રહ્યું છે. મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં 64 વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાતમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. 8 એપ્રિલના રોજ સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક યોજાઈ હતી અને બીજા દિવસે AICCનું અધિવેશન સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ વચ્ચે સાબરમતી નદીના કિનારે યોજાશે.


પી. ચિદમ્બરમની તબિયત લથડતા કોંગ્રેસના કાર્યકરોમાં થોડો સમય માટે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ તાત્કાલિક સારવાર મળતા તેમની તબિયત હાલમાં સ્થિર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application