ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં બઢતી અને બદલીઓનો દોર યથાવત છે. સોમવારે 33 PSIને PI તરીકે હંગામી બઢતીના આદેશ કર્યા બાદ, આજે (8 એપ્રિલ) રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 182 બિનહથિયારધારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટરો (PSI)ની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.
રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ૧૮૨ પીએસઆઇની જિલ્લાફેર બદલીના હુકમો થયા છે. જેમાં રાજકોટ શહેરના ૧૦ જિલ્લાના ૩ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૫૬ પીએસઆઇની અન્ય જિલ્લામાં બદલીના હુકમ થયા છે. જયારે રાજકોટ શહેરમાં નવ પીએસાઇ અને જિલ્લામાં પાંચ પીએસઆઇની બદલીના હુકમ થયા છે.રાજકોટમાં એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.બી.માજીરાણાની મહેસાણા બદલી થઇ છે.જયારે ગીરસોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઇ એ.બી.જાડેજાની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.
રાજય પોલીસ મહાનિરીક્ષક(વહીવટ) ગગનદીપ ગંભીર દ્વારા રાજયના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ૧૮૨ પીએસઆઇની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાંથી ૧૦ પીએસઆઇની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે.જેમાં આર.કે. પટેલની અમદાવાદ શહેર, એચી.એન.ગઢવીની મોરબી, વી.એચ.પરમારની મહેસાણા, એસ.ડી.કારેણાની નવસારી, એ.કે.રાઠોડની સાબરકાંઠા, એસ.એ.સિન્ધીની બનાસકાંઠા, આઇ.એ.ભટ્ટીની સુરેન્દ્રનગર, એસ.ટી. મહેશ્ર્વરીની ભુજ, એસઓજીના એમ.બી.માજીરાણાની મહેસાણા, એમ.આઇ. વસાવાની તાપી જિલ્લામાં બદલી કરવામાં આવી છે.જયારે રાજકોટ ગ્રામ્યમાંથી એમ.પી.માવીની છોટાઉદેપુર, બી.આર.ચૌધરીની સુરત, આર.એસ.સાંકળીયાની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં જે પીએસઆઇની બદલી કરવામાં આવી છે તેમાં સુરેન્દ્રનગરથી જે.એન.ગમારા, ભાવનગરથી વી.વી. ધ્રાંગુ,સી.પી.રાઠોડ, કચ્છથી એમ.વી.જાડેજા,
અમરેલીથી એલ.કે.સોઢાતર, મોરબીથી એમ.જી.ધાંધલ, પાટણથી કે.કે.ચાવડા, ભરૂચથી એસ.વી.ચુડાસમા, જુનાગઢથી એ.એ.પરમારની રાજકોટ શહરેમાં બદલી કરવામાં આવી છે.જયારે રાજકોટ જિલ્લામાં ગીર સમોનાથથી એ.બી.જાડેજા, ગાંધીધામથી એસ.વી.ડાંગર, અમદાવાદથી સી.બી.ગૌસ્વામી,જામનગરથી જી.એસ.બ્લોચની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ ૫૬ પીએસઆઇની રાજયના અન્ય જિલ્લામાં તાત્કાલીક અસરથી બદલીના હુકમ થયા છે.
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં બદલી પામેલા PSIના નામ અને તેમની નવી પોસ્ટિંગની વિગતો દર્શાવવામાં આવી છે. આ બદલીઓ પોલીસ વિભાગમાં વહીવટી સરળતા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech