અયોધ્યાના રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે બોલિવૂડ અને ટેલિવિઝનના કલાકારો રામનગરી ખાતે પહોંચી ગયા છે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કેટરિના કૈફ, વિકી કૌશલ, અમિતાભ બચ્ચન, કંગના રનૌત, અનુપમ ખેર જેવા ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા છે. જોકે, એવા અહેવાલો છે કે શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત દીપિકા પાદુકોણ જેવા ઘણા સ્ટાર્સને રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યું નથી. આ મહોત્સવમાં સામેલ થવા માટે સૌ કોઇમાં અનેરો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. ટેલિવિઝન અભિનેત્રી દિપીકા ચિખલિયા પણ આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવા અયોધ્યામાં છે. ત્યારે સિરિયલ રામાયણના આ રામ અને સીતા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી નહીં થાય.
જીહા, 1987ના સમયમાં ટેલિવિઝમાં આવેલી રામાયણ સિરિયલમાં રામ અને સીતાની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલા દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ છેલ્લા કેટલાક દિવસોથી અયોધ્યામાં છે. તેમના ઘણા ફોટા અને વિડીયો પણ વાયરલ થયા છે. જોકે, 2008ની રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવનારા અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની અયોધ્યાની મુલાકાત અંગે કોઈ જ અપડેટ નથી.
તમને જણાવી દઈએ કે ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે સતત પોતાના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ આપતા રહે છે. બંનેએ રામ મંદિરના ઉદ્ઘાટન માટેના આમંત્રણ અંગે કોઈ માહિતી શેર કરી નથી. આથી, ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ આ બંનેને આમંત્રણ મળ્યું નથી અને તેઓ અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ નહીં થાય. આ તરફ ગુરમીત અને દેબીનાના ફેન્સ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, શું તેમને આમંત્રણ મળ્યું છે? કેમકે, ગુરમીત અને દેબીનાના ચાહકો તેમને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.
આ તરફ દેબિનાએ તેના રામ અને સીતા અવતારની તસવીર સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું હતું કે, આ શુભ અવસર પર બધાને આશીર્વાદ મળે. જય શ્રી રામ. એટલે કે પ્રાણપ્રતિષ્ઠા અંગેનું નિમંત્રણ કે સમારોહમાં સામેલ થવા અંગે કોઇ જ ઉલ્લેખ આ પોસ્ટમાં કરવામાં આવ્યો નથી. બીજી તરફ જે સેલેબ્સને નિમંત્રણ મળ્યું છે તેઓ હરખભેર અયોધ્યા ખાતે પહોંચી ગયા છે. ત્યારે ગુરમીત અને દેબીના અયોધ્યા ખાતે હોવાની કોઇ જ માહિતી નથી.
આપણે જાણીએ છીએ કે, ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ 2008માં રિલીઝ થયેલી રામાયણમાં રામ અને સીતાની ભૂમિકા ભજવી હતી. બંને સ્ટાર્સને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ટીવીના ફેન્સએ ગુરમીત અને દેબીનાને રામ અને સીતાની ભૂમિકામાં પસંદ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે જીતની હેટ્રિક લગાવી: ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ
March 03, 2025 12:40 AMJio અને Zepto સાથે ટૂંક સમયમાં આવશે આ 5 IPO
March 02, 2025 07:46 PMઆગામી 24 કલાક ચમોલી માટે ખરાબ રહેશે, IMD એ હિમપ્રપાત અને વરસાદની ચેતવણી જારી કરી
March 02, 2025 07:28 PMસેબીના પૂર્વ ચીફ માધવી પુરી બુચ સામે FIR નો આદેશ, ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટનો મોટો નિર્ણય
March 02, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech