ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ : ICCની તમામ ટ્રોફી જીતનારી પહેલી ટીમ

  • June 12, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય ક્રિકેટ ટીમને વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હરાવીને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે નવો કિર્તીમાન સ્થાપિત કર્યેા છે. વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ આઈસીસી ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની છે. ભારત પાસે પણ આ કિર્તીમાન રચવાની તક હતી પણ ભારતીય ટીમ તેમાં સફળ રહી ના હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે જે કમાલ કર્યેા છે તે પહેલો કોઈ ટીમ કરી શકી નથી.





ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૫માં વનડે વલ્ર્ડ કપ જીત્યો હતો. વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.




એરોન ફ્રિન્ચની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ ૨૦૨૧નો ટી૨૦ વલ્ર્ડ કપ જીતી હતી. આજે પેટ કમિન્સની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વલ્ર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ એવી પહેલી ટીમ બની છે જેની પાસે આઈસીસીની તમામ ઈવેન્ટ જીતનારી ટીમ બની છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application