આઉટસોર્સીંગમાં કામ કરતા કર્મચારીઓના પગાર અને પીએફ જમા કરવા આવેદન

  • March 17, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકામાં કામ કરતા આઉટસોર્સીંગ કર્મચારીઓને બે મહિનાનો પગાર અપાયો નથી, એટલું જ નહીં તેમનું પીએફ પણ જમા કરાવાતું નથી, ગઇકાલે મેયરની ચેમ્બર બહાર આવેદન ચોંટાડ્યા બાદ આજે મ્યુ. કમિશ્નર હાજર ન રહેતા ડે. કમિશ્નર ભાવેશ જાની અને ચેરમેન હાજર ન હોવાથી સેક્રેટરી અશોક પરમારને કોર્પોરેટર રચનાબેન નંદાણીએ આવેદનપત્ર આપીને કોઇ કાર્યવાહી નહીં કરાય તો ધરણાં કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી અને જણાવ્યું હતું કે, એજન્સીઓનો કોન્ટ્રાક્ટર ૩૧ માર્ચના રોજ પૂરો થાય છે, તે પહેલા કડક કાર્યવાહી કરવા અને જ્યાં સુધી પીએફ ન ચૂકવાય ત્યાં સુધી એજન્સીઓની ડીપોઝીટ પણ પાછી ન આપવા માંગણી કરી છે, આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ધવલભાઇ નંદા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, યુવક કોંગ્રેસના ડો. તૌસીફખાન પઠાણ, સાજીદ બ્લોચ, પાર્થ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application