જામનગર​​​​​​​ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA) ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

  • September 18, 2024 06:30 PM 

જામનગર​​​​​​​ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA) ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
​​​​​​​

જામનગર જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA) ની વર્ષ 2024- 25 ની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉંદર અને અન્ય જીવોને પકડવા માટે વપરાતા ગ્લુ ટ્રેપ (glue board) ના પ્રતિબંધ અંગે જાગૃતિ લાવવી, વર્ષ દરમ્યાન SPCA ની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી, ક્ષેત્રીય કક્ષાએથી મળેલ ફરિયાદો/ રજૂઆતો તથા આગામી સમયમાં કરવાની થતી કામગીરીના સુચારુ આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

તેમજ અન્ય વિવિધ એજન્ડા પર પણ વિસ્તૃતપણે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. નિર્દોષ પ્રાણીઓ પર કરવામાં આવતા અત્યાચારને રોકવા અંગે તમામ નાગરિકોને સજાગ કરવામાં આવે- તે આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ છે. 

ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, સભ્ય સચિવ- SPCA અને નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, સમિતિ સાથે સંલગ્ન કારોબારી અધિકારીઓ, જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક  ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application