લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા

  • September 18, 2024 06:40 PM 

લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા

સમગ્ર જામનગર જિલ્લામાં અત્યારે નાગરિકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લાલપુર તાલુકાના પીપરટોડા ગામે સેવા સેતુ, એક પેડ માં કે નામ અને સ્વચ્છતા હી સેવા અભિયાન- આમ ત્રિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે પીપરટોડા તાલુકા શાળાના બાળકોએ સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢી હતી. 

તેમજ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. હાજર મહાનુભાવો દ્વારા પીપરટોડા તાલુકા શાળાના પરિસરમાં એક પેડ માં કે નામ અન્વયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર સર્વેને વૃક્ષના રોપ આપવામાં આવ્યા હતા અને સૌ કોઈએ સ્વછતા જાગૃતિની પ્રતિજ્ઞા લીધી હતી. 

ઉકત કાર્યક્રમોમાં લાલપુર પ્રાંત અધિકારી અસવાર, લાલપુર તાલુકા પંચાયતના સદસ્યઓ, લોક આગેવાનઓ અને આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા. તેમ પ્રાંત અધિકારી, લાલપુર દ્વારા જણાવાયું છે. 
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application