ધ્રોલ ગામમાં પોષણ માસ નિમિત્તે બાળકો માટે પોષણ કેમ્પનું આયોજન કરાયું 

  • September 18, 2024 06:43 PM 

ધ્રોલ ગામમાં પોષણ માસ નિમિત્તે બાળકો માટે પોષણ કેમ્પનું આયોજન કરાયું 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- ગાંધીનગર, નિયામક આયુષની કચેરી- ગાંધીનગર, વિભાગીય નાયબ નિયામકની કચેરી- રાજકોટ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી - જામનગરના માર્ગદર્શન અનુસાર આયુષ્માન આરોગ્ય મંદિર- મોટા ઈટાળા તાલુકા ધ્રોલ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પોષણ માસ- 2024 ની ઉજવણીના ભાગરૂપે ધી ઇનીવેટીવ સ્કૂલ- ધ્રોલ ખાતે યોજાયેલા પોષણ કેમ્પમાં બાળકોની આરોગ્ય તપાસણી કરીને તેમને પોષણવર્ધક આયુર્વેદિક દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. 

તેમજ વિદ્યાર્થીઓને પોષણના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પોષણ માસ 2024 ને લગત માહિતીલક્ષી બેનરનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ કુપોષણ નિવારણ માટેની પરેજી અંગેની માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાજર સર્વેને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application