વિદેશ અભ્યાસની ૧૫ લાખની લોન મંજૂર થતાં જ ૨૫ ટકા રકમ ફટાફટ ચૂકવાશે

  • April 11, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નાણા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલી: ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરશે




વિદેશ અભ્યાસ કરવા જવા માટે હાલ પંદર લાખની લોન રાયના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્રારા આપવામાં આવે છે આ ૧૫ લાખની લોન મંજૂર થતા ની સાથે ૨૫ ટકા રકમ એડવાન્સ આપવા માટે રાયના નાણા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવી છે. આ મામલે વિધાર્થીઓ અને વાલી અને સામાજિક આગેવાનો દ્રારા અને વખત રજૂઆત કરવામાં આવી છે જેને ધ્યાનમાં લઈને આ દરખાસ્ત નાણા વિભાગને મોકલવામાં આવી છે.જે અંગે વિધિવત જાહેરાત કરશે.





સામાજિક ન્યાય અધિકારીથી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રાય સરકાર દ્રારા વિદેશ અભ્યાસ કરવા જવા માટે હાલ પિયા ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે તે દરમિયાન જે તે વિધાર્થી અભ્યાસ અર્થે જવા પહેલા તેને વિઝા ફી કે એર ટિકિટ જેવા પિયાની વ્યવસ્થા અન્ય જગ્યાએથી કરવી પડે છે.આ મામલે સામાજિક આગેવાનો વાલીઓ તથા વિધાર્થીઓ દ્રારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.




તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નાણાં વિભાગ સમક્ષ આવી દરખાસ્ત મોકલવામાં આવી છે જેમાં સામાજિક ન્ય અધિકારીતા વિભાગ હસ્તકના વિવિધ નિગમો હેઠળ વિદેશ અભ્યાસ માટે જોવા મળવા પાત્ર પિયા ૧૫ લાખની લોન મંજૂર થઈ જાય કે તુરતં જ વિધાર્થીને બેંક ખાતામાં મંજૂર લોન રૂા. ૧૫,૦૦,૦૦૦ ના ૨૫% રકમ સીધે સીધી જમા કરવામાં આવે તેને મંજૂરી આપવામાં આવશે.
આ દિશામાં રાય સરકાર દ્રારા સકારાત્મક વિચારણા હાથ ધરવામાં આવી છે ગણતરીના દિવસોમાં જ આ અંગે વિધિવત જાહેરાત કરવામાં આવશે અને વિદેશ અભ્યાસ માટે જતા વિધાર્થીઓને તાત્કાલિક આ રકમ મળી જતા મોટી રાહત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application