દ્વારકા નજીકના ચરકલા રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલા જી.જે. 01 આર.એન. 1239 નંબરના એક કારના ચાલક લક્ષ્મણભાઈ રત્નાભાઈ ભરવાડ (ઉ.વ. 33, રહે. કિશનપુર તા. દશકો, જી. અમદાવાદ) દ્વારા આ માર્ગ પર જઈ રહેલી એક ભેંસને અડફેટે લેતા આ ભેંસ મૃત્યુ પામી હતી. આરોપી કાર ચાલક દ્વારા રૂપિયા 75000 ની ભેંસનું મોત નિપજાવવા બદલ ભેંસના માલિક નિલેશભાઈ વિજાભાઈ ગઢવી (ઉ.વ. 24, રહે. ધોળા તળાવ, દ્વારકા) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.
પાવડો લઈ જવા બાબતે ટપારતા લલિયા ગામના શખ્સે બાઈકની લૂંટ ચલાવી..!!
ખંભાળિયા તાલુકાના લલીયા ગામના ગામે રહેતા મહાવીર કરણુભા સોઢા નામના 40 વર્ષના યુવાનની વાડીમાંથી આ જ ગામના મોમૈયા જેસા મુન નામના શખ્સએ પાવડો લઈ જતા આ બાબતે મહાવીરસિંહએ રસ્તામાં તેને ઠપકો આપતા તેણે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપી શખ્સે ફરિયાદી મહાવીરસિંહની આંખમાં મરચાની ભૂકી નાખીને તેમના રૂપિયા 15,000 ની કિંમતના સીડી ડીલક્ષ મોટરસાયકલની લૂંટ ચલાવીને નાસી છૂટ્યાની ધોરણસર ફરિયાદ મહાવીરસિંહ સોઢા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડ પંથકમાં વૃદ્ધ દંપતિ પર વેવાઈ પક્ષના ત્રણ શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી
ભાણવડ તાલુકાના વેરાડ ગામે હાલ રહેતા સરમણભાઈ કારાભાઈ કોડીયાતર નામના 60 વર્ષના રબારી વૃદ્ધની દીકરી રંભીબેનને તેણીના પતિ દ્વારા ઘરકામ બાબતે બોલાચાલી કરી અને ઢીકા-પાટુનો મારવામાં આવતા તેણી પોતાના પિતા સરમણભાઈના ઘરે આવી ગઈ હતી. આ વચ્ચે બુધવારે બપોરના સમયે રંભીબેનના કુટુંબી દિયર ઓઘડ લાખાભાઈ મોરી તેમના ઘરે આવ્યા હતા અને સરમણભાઈને તેમની દીકરીને તેડી જવા બાબતે વાત કરતા ફરિયાદી સરમણભાઈ તથા તેમના પત્નીએ તેમના સમાજના વડીલોને ભેગા કરીને આ બાબતે નિર્ણય લેશું તેમ જણાવ્યું હતું.
આ બાબતથી ઓઘડ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સરમણભાઈના પત્નીને લાકડીનો ઘા મારી ઈજાઓ કર્યાની તથા દંપતિને બિભત્સ ગાળો કાઢી, આરોપી ઓઘડ સાથે આવેલા કેશુ પુંજા મોરી અને દિલીપ અમરા મોરી નામના ત્રણેય શખ્સોએ લોખંડના પાવડા તેમજ લાકડી વડે માર મારી, આ દંપતીને ઈજાઓ કર્યાની તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તમામ ત્રણ શખ્સોને ઝડપી લેવા માટેની જરૂરી કાર્યવાહી કરી હતી.
ખંભાળિયાના ભાતેલ ગામે ખેતરમાં ભેલાણ કરી, મહિલાને મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા જીવીબેન આલાભાઈ મુછડીયા નામના 57 વર્ષના અનુસૂચિત જાતિના મહિલાના ખેતરમાં આવી અને આ જ ગામના કેશુભા દોલુભા જાડેજા, લાલભા કેશુભા જાડેજા અને હરદીપસિંહ હેમતસંગ જાડેજા નામના ત્રણ શખ્સોએ આ ખેતરમાં વાવવામાં આવેલા અડદના ઉભા મોલને ટ્રેક્ટર વડે ખેડી રાખીને આશરે રૂપિયા સવા લાખ જેટલી નુકસાની કર્યાની ધોરણસર ફરિયાદ જીવીબેન મુછડીયા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં આરોપીઓ દ્વારા ફરિયાદી જીવીબેન તથા સાહેદને જો તેઓ ખેતરમાં પગ મુકશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે એટ્રોસિટી સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ આગળની તપાસ હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો
દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કરણભા ઉર્ફે કનુ ટપુભા સુમણીયા નામના 23 વર્ષના શખ્સને પોલીસે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી રાત્રીના સમયે વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech