મૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?

  • September 20, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આપણે સહુ ગણેશ ચતુર્થીથી લઈને  અનતં ચતુરદશી સુધી ગણપતિ દાદાને ધામ ધૂમથી લાવીએ રોજ સેવા પૂજા અને અર્ચના કરીએ દાદાને સ્નેહથી આરાધના કરીએ છીએ. ઘણા લોકો તો દાદાને વિદાય આપતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. ત્યાંરે આપણે કયારેય વિસર્જન પછીની દાદાની મૂર્તિની હાલત જોઈ શકાય તેમ નથી. ગણપતિ વિસર્જન પછી  નદી, તળાવ, દરિયા કિનારે કે વિસર્જન સ્થળ પર મૂર્તિની હાલત ખુબ ગંભીર હોય છે. ભકતો  વિવિધ રીતે ગણપતિ ઉત્સવ ઉજવીએ અને ધાર્મિકતા સાબિત કરવામાં અંતે પ્રકૃતિનું પતન કરતાં અચકાતાં નથી. આસ્થા અને શ્રદ્ધાનાં નામ પર વિસર્જન સમયે પ્રકૃતિનું દન એમને દેખાતું નથી. પ્રકૃત્તિ આંસુ સાથે સૌને ચેતવણી આપે છે. પ્રકૃત્તિ ગ્લોબલ વોમિગની અતિશય વિકટ પરિસ્થિતિ માંથી અવારનવાર ઝઝૂમે છે જેને કારણે વાવાઝોડાં, પૂર અને અસહ્ય તડકો જેવી સમસ્યાથી લડી રહ્યા છીએ. જો ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ તો આ સમસ્યા જર નિવારી શકાય.
આ પ્રસંગે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોટસ કહ્યું કે, લોકોએ ઇકોફ્રેન્ડલી ગણપતિજીની જ સ્થાપના કરો અને ઘરમાં જ એનું વિસર્જન કરીને માટી કુંડામાં નાખો જેથી દરિયામાં રહેનારા અનેક જીવો બચી જશે તથા રમણીય દરિયા કિનારો પણ સુન્દર રહેશે. જો મોટાં ગણપતિજી ઈકો ફ્રેન્ડલી હોય અને દરિયામાં વિસર્જન કરવામાં આવે તો પણ પ્રકૃતિને બચાવી શકાય અને વિસર્જન બાદ ગણપતિ બાપાના અવશેષો કચરાની જેમ બધે ઉડે નહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application