ત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો

  • September 20, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં ફરી એકવાર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં ત્રિલોકપુરી વિસ્તારમાં અચાનક રોડ પર એક મોટો ખાડો પડ્યો હતો. ખાડો એટલો મોટો હતો કે તેમાં એક કાર પણ આરામથી સમાઈ જાય. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે રોડ પર આ ખાડો લગભગ 15 ફૂટ ઊંડો હશે. મામલાની માહિતી મળ્યા બાદ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યું છે. સ્થાનિક ધારાસભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે આ ઘટના બની છે.


બેરીકેટ દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો


છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-NCRના તમામ વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં જામ અને પાણી ભરાવાની સમસ્યાનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં એક મોટો અકસ્માત થતા થતા રહો ગયો હતો. અહીં અચાનક રસ્તાની વચ્ચે એક મોટો ખાડો પડ્યો હતો. જોકે આ દરમિયાન અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. દુર્ઘટના બાદ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા અને લોકોને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા.


સ્થાનિક ધારાસભ્યએ લીધી મુલાકાત


ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક ધારાસભ્ય રોહિત કુમાર મહરૌલિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. AAP ધારાસભ્ય રોહિત કુમાર મહરૌલિયાએ ઘટનાની જાણકારી લીધા પછી કહ્યું, 'આ ઘટના લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસને જાણ પણ કરી હતી. આ પછી પોલીસે અહીં આવીને બેરિકેડ લગાવ્યા અને લોકોને ત્યાં જતા રોક્યા. તેમણે કહ્યું કે આ વર્ષે ભારે વરસાદને કારણે આ ખાડો પડ્યો હશે. તેમણે જણાવ્યું હતું કે આ ભરવાનું કામ આગામી 2-3 કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News