રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડમાં મહાશિવરાત્રી પૂર્વે બટેટાની ધૂમ આવક શરૂ થઇ ગઇ છે. આજે ડીસા પંથકમાંથી બટેટાના ટ્રક ઠલવાયા હતા. આજે ૨,૬૪,૦૦૦ કિલો બટેટાની આવક થઇ હતી અને પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૦૦થી ૨૨૧ સુધી રહ્યો હતો.
યાર્ડના સૂત્રોએ વધુમાં આ અંગે જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના પખવાડિયા પૂર્વેથી ડીસા પંથકમાંથી નવા બટેટાની આવકો શરૂ થતી હોય છે જે શિવરાત્રી સુધી ઉત્તરોત્તર વધતી રહે છે. લગભગ દર વર્ષે શિવરાત્રીના આગલા દિવસે સિઝનની સર્વાધિક આવક થાય છે. મહાશિવરાત્રી પર્વના એકટાણા-ઉપવાસ-વ્રત વિગેરેની ફરાળી વાનગીઓમાં બટેટાનો વધુ વપરાશ થતો હોય આવક જેટલી લેવાલી પણ રહે છે. મહાશિવરાત્રી પછી ઉનાળો શરૂ થઇ જતો હોય વેફર બનાવવા માટે સામાન્ય શહેરીજનો તેમજ નમકીનના ઉત્પાદકો તરફથી બટેટાની ડિમાન્ડ રહે છે.
યાર્ડના સૂત્રોએ ઉમેર્યું હતું કે બેડી માર્કેટ યાર્ડ સંકુલમાં હવેથી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી સુકા મરચાની આવક સંપૂર્ણ બંધ રહેશે.લસણની આવક આજે સવારે આઠ વાગ્યા કરાઇ હતી, હવે પછી આવક કરવી કે નહીં તેનો નિર્ણય આજે સાંજ સુધીમાં લેવાશે. અન્ય તમામ જણસીઓની આવક ૨૪ કલાક સ્વિકારાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરવાસીઓને ત્રણે બાજુથી લુંટતા ટોલનાકામાં સ્થાનિક કક્ષાએ ટેકસમાંથી તાત્કાલિક મુક્તિ આપો
September 20, 2024 04:03 PMરાણાવાવમાં પોસ્ટઓફિસ પાછળ વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો
September 20, 2024 04:02 PMઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
September 20, 2024 04:01 PMશું ભારતમાં Mpoxનો બીજો કેસ છે ખતરાની ઘંટડી? સુરક્ષિત રહેવા માટે આજથી જ અપનાવો આ આદતો
September 20, 2024 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech