'ડંકી' બાદ શાહરૂખ ખાને સાઈન કરી બીજી ફિલ્મ, દીકરી સાથે જોવા મળશે કિંગ ખાન!

  • December 22, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2023ની વાત કરીએ તો શાહરૂખ ખાન માટે તે ખૂબ જ લકી સાબિત થયું છે. આ વર્ષની શરૂઆતથી વર્ષના અંત સુધી બોક્સ ઓફિસ પર માત્ર શાહરૂખ ખાન જ જોવા મળ્યો છે. આ વર્ષે કિંગ ખાનની ત્રણ ફિલ્મો સિનેમાઘરોમાં આવી હતી. જ્યાં 'પઠાણ' અને 'જવાન' દર્શકોના દિલ જીતવામાં સફળ રહી અને તાજેતરમાં રિલીઝ થયેલી 'ડંકી' પણ ચાહકોના દિલ જીતી રહી છે. હવે સમાચાર છે કે શાહરુખે વધુ એક ફિલ્મ સાઈન કરી છે. બોલીવુડના બાદશાહે તેમના નવા પ્રોજેક્ટ અંગે ખુલાસો કરી ફેન્સને સરપ્રાઈઝ આપી છે. તાજેતરમાં જ તેણે પોતાની આગામી ફિલ્મ વિશે ખુલાસો કરીને ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. અભિનેતાએ ફિલ્મ અને તેના નવા પાત્ર વિશે જણાવીને ચાહકોને ચોંકાવી દીધા છે.
​​​​​​​

2023માં શાહરૂખે જે રીતે બોક્સ ઓફિસ પર રાજ કર્યું, તેણે સાબિત કર્યું કે તેનું સ્ટારડમ હજુ પણ અકબંધ છે. આજે પણ તે બોલીવુડનો બાદશાહ છે. હવે કિંગ ખાને તેની આગામી ફિલ્મ વિશે પણ પુષ્ટિ કરી છે કે તેણે ખરેખર એક નવી ફિલ્મ સાઈન કરી છે. અભિનેતાએ એમ પણ કહ્યું છે કે તે આગામી વર્ષે માર્ચ અથવા એપ્રિલની આસપાસ તેની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. કિંગ ખાને આ ફિલ્મમાં તેના પાત્ર વિશે પણ ખુલાસો કર્યો છે કે તે આ ફિલ્મમાં તેની ઉંમર મુજબની ભૂમિકામાં જોવા મળશે. ભલે તે લીડ રોલમાં હોય કે ન હોય.

આપને જણાવી દઈએ કે એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં શાહરૂખ ખાન પોતાની દીકરી સાથે સ્ક્રીન પણ શેર કરી શકે છે. કિંગ ખાનની આ ફિલ્મ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે, જેનું નિર્દેશન સુજોય ઘોષ કરશે અને નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સિદ્ધાર્થ આનંદના માર્ફ્લિક્સ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને કરવામાં આવશે. શાહરુખે તેના આગામી પ્રોજક્ટ માટે જે માહિતી આપી છે તેમાં ફિલ્મના અન્ય કલાકારો વિશે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application