BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પોલીસે સજા વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી જેલ હવાલે કર્યો

  • July 10, 2026 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર પોલીસે સજા વોરંટના નાસતા-ફરતા આરોપીને પકડી જેલ હવાલે કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા સજા પામેલ અને નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કરવાની મહત્વની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, દ્વારકા જિલ્લાના પોલીસ અધીક્ષક  જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કોર્ટના સજા વોરંટના આરોપીઓને પકડવા માટે સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. બારડની આગેવાનીમાં બી બીટ સ્ટાફને મળેલી ચોક્કસ હકીકતના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગરની  ૨જી એડી. ચીફ જ્યુ. મેજી.ની કોર્ટના ફોજદારી કેસ અન્વયે બીએનએસ કલમ-૨૭૮(૨) તથા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-૧૩૮ ના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા પામેલ આરોપી ભીમશી દેવાણંદભાઇ બેલા (રહે. પાનેલી ગામ, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા) લાંબા સમયથી નાસતો-ફરતો હતો. કલ્યાણપુર પોલીસે આ આરોપીને પાનેલી ગામેથી ઝડપી પાડી કોર્ટના હુકમ મુજબ જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​
આ  કામગીરી કરનાર ટીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. હાથલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. બારડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એસ. ગોજીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એ. દેથરીયા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News