BREAKING NEWS

ડિફેન્સ કોલોનીમાં મહિલાની હત્યા કરનાર આરોપી જેલ હવાલે

  • March 28, 2026 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડિફેન્સ કોલોનીમાં મહિલાની હત્યા કરનાર આરોપી જેલ હવાલે

પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રી-ક્ધસ્ટ્રકશન કરાવાયું

​​​​​​​
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી એક પરપ્રાંતિય મહિલાની  હત્યા નિપજાવનાર આરોપીને પોલીસે બનાવના સ્થળે લઈ જઈ રી ક્ધસ્ટ્રક્શન કરાવ્યું છે, જ્યારે તેને અદાલત સમક્ષ રજૂ કરતાં જેલમાં ધકેલી દેવાયો છે.

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને મૂળ મથુરાની વતની રીન્કીદેવી બન્ટુસિંહ કઠેરીયા નામની ૪૦ વર્ષની મહિલાની ગળે ટૂંપો દઈને હત્યા નીપજાવાઈ હતી.

જે બનાવ અંગે મૃતકના પુત્ર રોહિત કઠેરિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, અને ફરિયાદીના મિત્ર એવા વિજય વિઠ્ઠલભાઈ ઓડિચની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. જેણે આ હત્યા કરી હોવાની કબુલાત પણ આપી હતી.

ત્યારબાદ પોલીસે તેને જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો, તે સ્થળે લઈ જવામાં આવ્યો હતો, અને સમગ્ર બનાવનું રી ક્ધસ્ટ્રક્શન કરાવાયું હતું. તેણે જે લૂંગી વડે ગળે ટૂંપો દઈને હત્યા નિપજાવી હતી, તે લૂંગી તેમજ આરોપીનો મોબાઇલ ફોન વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.
​​​​​​​

પોલીસે આરોપીને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, પરંતુ અદાલતે રીમાન્ડની માંગણી નામંજૂર કરી હોવાથી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News