BREAKING NEWS

જામનગર : પરણીતાને આત્મહત્યા માટે મજબૂર કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

  • May 06, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : પરણીતાને આત્મહત્યા માટે મજબૂર કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી પરણીતા સુનિતાબેન સંદીપકુમાર મેઠીયાએ ગઈ. તા.૨૧/૯/૨૦૨૨ ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હોય, જે અંગે તેમના માતા દ્વારા જામનગર માં રહેતા સુનિતાબેન ના પતિ સંદીપ દિલીપભાઇ મેઠીયા, સસરા દિલીપભાઇ ત્રિકામભાઈ મેઠીયા તથા સાસુ જસોદાબેન દિલીપભાઇ મેઠીયા વિરુદ્ધ જામનગર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવેલ કે તેમની પુત્રી સુનિતાને તેમના પતિ સાસુ તથા સસરા દ્વારા દહેજ બાબતે દુખત્રાસ આપી મરવા માટે મજબૂર કરતાં તેમની પુત્રી એ તેણીના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલી હોય જે અંગે પોલીસ દ્વારા આઈ.પી.સી. કલમ ૪૯૮(એ),૩૦૬,૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૪ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ તથા આરોપીઓ વિરુદ્ધ તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પૂરતો પુરાવો હોય નામ. કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ.

ઉપરોક્ત બનાવ અંગેનો કેસ જામનગર ના સેસન્સ જજ એસ. સી. વેમુલાની કોર્ટમાં ચાલી જતાં આરોપી તરફે રોકાયેલા વકીલોની રજૂઆત ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.

આ કેસમાં આરોપી તરફે એડવોકેટ નિખિલ બી. બુદધભટ્ટી, એડવોકેટ પાર્થ ડી.સામાણી તથા એડવોકેટ સમર્થ આર. વેકરીયા રોકાયેલા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application