ભાણવડના ઘૂમલી-મોડપર રોડ પર ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત
ભાણવડ તાલુકાના ઘૂમલી નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, ઘૂમલી-મોડપર રોડ પર આવેલા ફિલ્ટર નેશ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બાઈક સવાર ૧૮ વર્ષીય આશીષ હેમતભાઈ ગોહિલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતમાં બાઈક પર સવાર અન્ય એક યુવાન કેવિન કીશોરભાઈ પરમાર (ઉમર વર્ષ ૧૮, રહે. મોડપર)ને પણ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક અસરથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ઉંમરના બે મિત્રોને નડેલા આ અકસ્માતને પગલે મોડપર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application