BREAKING NEWS

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

  • May 01, 2026 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ


​પતિના હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ પહોંચાડી અભયમ ટીમે સાસુ પાસેથી બાળકીને છોડાવી માતાને સોંપી

​સંબંધોમાં જ્યારે કડવાશ હદ વટાવે ત્યારે તેની સૌથી વધુ કિંમત એક સ્ત્રી અને માસૂમ બાળકને ચૂકવવી પડતી હોય છે. જામનગરમાં આવી જ એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સાસુ સાથેના સામાન્ય મન દુઃખમાં પતિએ માનવતા નેવે મૂકી પોતાની પત્ની પર લાકડી વડે નિર્મમ હુમલો કર્યો હતો. પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં મહિલાને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. એટલું જ નહીં, તેની બે વર્ષની માસૂમ દીકરીને પણ તેની સાસુ દ્વારા બળજબરી પૂર્વક છીનવી લેવામાં આવી હતી. સંતાન વિયોગમાં તડપતી અને ઈજાગ્રસ્ત બહેને હિંમત હાર્યા વગર પોતાના ભાઈને જાણ કરતા, ભાઈએ તાત્કાલિક બહેનને હોસ્પિટલમાં સારવાર અપાવી ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ની મદદ માંગી હતી.

​આ બનાવની જાણ થતા જ જામનગર અભયમ ટીમના કાઉન્સિલર મનિષા વઢવાણા, એચ.સી. ગીતાબેન ધારવિયા અને પાઈલોટ પ્રકાશભાઇ રાઠોડ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી ગયા હતા. અભયમની ટીમે પીડિતાને આશ્વાસન આપી તેના પતિ અને સાસુને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી કડક શબ્દોમાં સમજાવ્યા હતા.ટીમના અસરકારક કાઉન્સેલિંગના પરિણામે સાસુ પાસેથી માસૂમ બાળકીને છોડાવી માતાના ખોળામાં પરત સોંપવામાં આવી હતી. આ સાથે જ મહિલાનો જીવન જરૂરિયાતનો સામાન પણ પરત અપાવ્યો હતો. પીડિતા હાલ કોઈ કાનૂની કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોય, તેમને જરૂરી માર્ગદર્શન આપી સલામત રીતે તેમના ભાઈના ઘરે સોંપવામાં આવ્યા હતા. મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરી મા-દીકરીનું મિલન કરાવવા બદલ પીડિતા અને તેના પરિવારે અભયમ ૧૮૧ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application