BREAKING NEWS

અનંત અંબાણી ના ૩૧માં જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે જામનગર જીલ્લામાં ભવ્ય ઉજવણી.

  • April 10, 2026 09:48 AM 


અનંત અંબાણી ના ૩૧માં જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે જામનગર જીલ્લામાં ભવ્ય ઉજવણી.


અનંત અંબાણી ની સિક્કા ટીમ”દ્વારા સમગ્ર સિક્કા ગામજનોને નિઃશુલ્ક ભોજન વિતરણ કરાયો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આવતીકાલે એટલે કે તા.૧૦ એપ્રીલ, ૨૦૨૬ ના રોજ પોતાનો ૩૧ મો જન્મદિવસ ઉજવવા જઇ રહ્યા છે. આ ખાસ પ્રસંગની ઉજવણી માટે જામનગર ફરી એકવાર વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનંત ના જન્મદિવસને યાદગાર બનાવવા માટે જામનગરના પ્રખ્યાત 'વનતારા' ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા માટે બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓનો જમાવડો શરૂ થઇ ગયો છે.


અનંત અંબાણીના ૩૧ માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અંબાણી પરિવારે જીવદયા અને ગૌ-સેવા માટે એક અત્યંત પ્રશંસનીય અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં અંબાણી પરિવારે ગૌ-સેવા અર્થે રૂ.૧૦ કરોડની માતબર રકમનું દાન અર્પણ કર્યું છે.


જ્યારે સમગ્ર જામનગર જીલ્લામાં પણ અનંત અંબાણી ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ સહિતના દવાખાનાઓમાં ભોજન નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો. જામનગરની આસપાસના ગામડાઓની ગાયોને નિઃશુલ્ક ઘાસ ચારો આપી આપણી સંસ્કૃતિને વધુ ઉજાગર કરી સાથે એક અનોખો સંદેશ આપ્યો હતો. જામનગર નજીક આસ-પાસના ગામડાઓના બાળકોને સ્ટેશનરીની સામગ્રીનું અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિતરણ પણ કરવામાં આવેલ હતો. ત્યારે, જામનગર જીલ્લા સિક્કા ગામ નગરપાલિકા નજીક અનંત અંબાણી ની ટીમ દ્વારા ગામજનો નાના-બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલોને નિઃશુલ્ક ભોજન વિતરણ કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News