સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વિદેશી યાયાવર સિંગલ પક્ષીઓનો જમાવડો

  • December 26, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ ત્રિવેણી સંગમ અને દરીયા કિનારે દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે છે અને ત્રિવેણી સંગમ ના મહેમાન બને છે આ વર્ષ પણ શિયાળાની શરૂઆત થતાં આ સિંગલ પક્ષીઓ પધારેલ છે આ પક્ષીઓ સાયબીરિયા, ઓસ્ટ્રેલિયા સહિત ઠંડા પ્રદેશોમાં થી આવે છે અને ઉનાળા નો તડકો ચાલુ થાય પછી વિદાય લે છે.


ઠંડા પ્રદેશોમાં ખુબજ ઠંડી પડવાને કારણે જળાશયોમાં બરફ જામી જાય છે જેથી તેવોને ખોરાક અને બચ્ચાને જન્મ આપવામા મુશ્કેલી પડે છે. જેથી આ વિસ્તારમાં સમ પ્રમાણમાં ઠંડી પડતી હોવાથી આ પક્ષીઓ અહિ આવે છે અને આખો શિયાળો રોકાય છે અને બચ્ચાને જન્મ આપી ઉછેર કરે છેત્રિવેણી સંગમમા યાત્રિકો મોટા પ્રમાણમાં આવે છે અને તેમને ખોરાક આપે છે તેથી યાત્રિકો આવતાને સાથે આ પક્ષીઓ આવી જાય અને ઉડાઉડ કરે છે જેથી યાત્રિકો અને અને તેમની સાથે નાના બાળકોને ખુબજ મજા આવે છે. જેથી આ યાયાવર સિંગલ પક્ષીઓ યાત્રીકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application