બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ભારત સામેની ટેસ્ટ સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે નઝમુલ હુસૈન શાંતોને કેપ્ટન બનાવ્યો છે. બાંગ્લાદેશે આ સાથે ચોંકાવનારો નિર્ણય લીધો છે. ટીમે ઝાકિર અલીને તક આપી છે. જ્યારે શોરફુલ ઇસ્લામને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. બાંગ્લાદેશે શાકિબ અલ હસન, લિટન દાસ અને મેહદી હસન મિરાજને પણ ટીમમાં સામેલ કર્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે. આ પછી સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાશે.
બાંગ્લાદેશે ટીમને સંતુલિત રાખી છે. તેણે અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા ખેલાડીઓને પણ તક આપી છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરીઝમાં શાનદાર જીત નોંધાવી હતી. તેણે પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ટીમ ભારત સામે લડવા માટે તૈયાર છે. તે ટીમ ઈન્ડિયાને ટક્કર આપી શકે છે.
મહમુદુલ હસન, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ અને મોમિનુલ હકને પણ તક મળી છે. મુશ્ફિકુર રહીમ પણ ટીમનો ભાગ છે. બાંગ્લાદેશે ઝાકિર અલીનો ટીમમાં સમાવેશ કર્યો છે. તેને હજુ સુધી બાંગ્લાદેશ તરફથી ટેસ્ટ રમવાની તક મળી નથી પરંતુ ઝાકિરનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે. ઝાકિરે 49 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2862 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 19 અડધી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં ઝાકિરનો સર્વશ્રેષ્ઠ સ્કોર 172 રન છે.
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમઃ નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહેમૂદ તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ, ઝેકર અલી અનિક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech