રાજકોટમાં કાલે ગુજરાત કેસરી બોડી બિલ્ડિંગ સ્પર્ધા

  • September 12, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત દેશના પ્રધાનમંત્રી અને વિશ્વનેતા નરેન્દ્રભાઇ મોદીના ૭૪મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટ લિફટીંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુકત ઉપક્રમે રાય કક્ષાની ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગની ભવ્ય સ્પર્ધા યોજાશે.ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા અને વેઇટ લિફટીંગ એસોસિએશન ઓફ રાજકોટના સંયુકત ઉપક્રમે રાય કક્ષાની ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આવતીકાલ તા.૧૩ને શુક્રવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે હેમુ ગઢવી નાટગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા વિધાનસભા–૬૮ મતવિસ્તારના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના હસ્તે દિપ પ્રાગટ કરી ખુલ્લી મુકવામાં આવશે. આ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા અન્વયે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર ઉપસ્થિત રહેશે.
ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધાનો હેતુ મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરોને તેમની પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધા કરવા, યુવાનોમાં સ્વસ્થ જીવન અને તંદુરસ્તીને પ્રોત્સાહન આપવા, યુવાનોમાં ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીને પણ પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી બોડી બિલ્ડરો માટે આ એક આકર્ષક તક અને એક પ્લેટફોર્મ પૂં પાડવાનો છે.
આ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધા અન્વયે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ પાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો વગેરે ઉપસ્થિત રહેશે.આ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાગ લેશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા.મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરે, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ ગુજરાત કેસરી બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં મહતમ સ્પર્ધકોને જોડાવા અને નિહાળવા આહવાન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News