રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ૯૦:૧૦ ધોરણે બોરવેલ યોજના ચાલુ વર્ષના બજેટમાં જાહેર કરાઇ હતી જેના નીતિ નિયમો હવે મંજુર કરાયા છે અને ટૂંક સમયમાં અમલ શ થશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગના હેતુથી મંજુર થયેલી યોજનામાં કુલ ખર્ચના ૧૦ ટકા રકમ નાગરિકોએ આપવાની અને ૯૦ ટકા રકમ મહાપાલિકા આપશે.
વિશેષમાં મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે,રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં જે પાણી વિતરણ થાય છે તેમાં સ્થાનિક ડેમ ચોમાસામાં પૂર્ણ સપાટીથી ભરાવા છતાં નર્મદા યોજના પર નિર્ભર રહેવું પડે છે. આમ ભવિષ્યમાં પાણીની અગત્યતાને ધ્યાને લઇને સ્થાનિકે વરસાદી પાણી વધુમાં વધુ જમીનમાં ઉતરે તે દિશામાં પગલાં લેવા જરી બન્યા હોય, ભવિષ્યના પાણીની જરિયાતને ધ્યાને લઇને તેમજ ભવિષ્યના આવનાર સંભવિત જળ સંકટ ટાળવા માટે મહાનગરપાલિકા દ્રારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વધુ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યુ છે, આ માટે ચાલું વર્ષે ૯૦:૧૦ની જન ભાગીદારીથી રેઇન વોટર હાર્વેસ્ટીંગ માટે બજેટમાં .બે કરોડની જોગવાઇ જળ સંચય માટે કરાઇ છે તેમજ આ યોજના માટેના જરી નીતિ–નિયમો તૈયાર કરાયા છે જેને ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં બહાલી અપાઇ હતી.
જનભાગીદારીથી બોર યોજના માટે સ્ટેન્ડિંગ કમિટીએ નીતિ નિયમો મંજુર કર્યા છે જેમાં મહાનગરપાલિકા દ્રારા ત્રણેય ઝોનની કામગીરી માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી એમ્પેનલ્ડ એજન્સીઓ તથા રજિસ્ટર્ડ સામાજિક સંસ્થાઓની યાદી બનાવી કામગીરી આપવાની રહેશે. ગ્રાન્ટને તમામ વોર્ડમાં સપ્રમાણમાં ફાળવીને બોરની સંખ્યા વોર્ડ એન્જીનીયર દ્રારા નક્કી કરવાની રહેશે તેમજ વોર્ડવાઇઝ અરજી મંગાવીને ઉપલબ્ધ ગ્રાન્ટ મુજબ કામગીરી કરવાની રહેશે. યોજના અંતર્ગત અરજી આવ્યેથી સ્થળ તપાસ કરી મહાનગરપાલિકાના વોર્ડ એન્જીનીયર દ્રારા સ્પષ્ટ્ર અભિપ્રાય સાથે છ ઈંચની સાઇઝના એકવીફેર મેપ મુજબ બોર કરી, ૨૦ ફટ કેસીંગ પાઈપ, ફીલ્ટર ચેમ્બર તથા પ્લમ્બિંગ કામ સહિતનું અંદાજપત્ર બનાવી, તેની મંજુરી જે તે ઝોનના સિટી એન્જીનીયર મારફત મેળવવાની રહેશે તેમજ એજન્સી નક્કી થયે મંજુર થયેલ ભાવો મુજબ આ કામગીરી કરાવવાની રહેશે તેમજ બોરની ઐંડાઇ સુચવ્યા મુજબ રાખવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech