BREAKING NEWS

ધોરાજીમાં 15 વર્ષ પૂર્વે કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી યુવાનને સાળા અને સસરાએ મારમાર્યો

  • November 12, 2025 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ધોરાજીમાં યુવાને 15 વર્ષ પૂર્વે કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી સાળા અને સસરાએ તેને ઢોર મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આ અંગે ધોરાજી સીટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી



બનાવ અંગે ધોરાજીમાં બહારપુરા વાડી પ્લોટમાં રહેતાં વિશાલભાઈ ઉગાભાઈ પરમાર (ઉં.વ.૩૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેન્તી મેપા ચોરવાડા અને સંજય જેન્તી ચોરવાડાનું નામ આપી જણાવ્યું હતું કે, તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.


ગઈકાલે તે ઘરે હતો ત્યારે રાત્રિના આશરે દસેક વાગ્યાની આજુ બાજુમાં તેમની પત્ની સાથે ઘરની કામકાજની વાતચીતને લઈ બોલાચાલી થઈ હતી ત્યારે બાજુની શેરીમાં રહેતા સસરા જેન્તી ચોરવાડા તથા તેનો દીકરો સંજય ચોરવાડા લોખંડનો પાઇપ લઈ બન્ને ઘસી આવેલ અને સસરા ઢીકા પાટુનો તથા છુટા પથ્થરા મારવા લાગેલ હતાં.


ત્યારે આંખની ઉપર લાગી ગયેલ હતું. દરમિયાન તેમના માતા અને ભાઈએ વધુ મારામાંથી છોડાવેલ અને ૧૦૮ મારફત સારવારમાં ધોરાજી સિવિલમાં ખસેડેલ જ્યાંથી વધું સારવાર અર્થે જુનાગઢ સરકારી દવાખાને ખસેડેલ હતો. વધુમાં યુવાને બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેને પંદરેક વર્ષ પહેલાં લવ મેરેજ કરેલા છે અને સસરા જોડે કોઈ વ્યવહાર નથી. તે બાજુની શેરીમાં જ રહે છે અને તે આ વાતનું મન દુઃખ રાખીને અવાર નવાર ઝઘડા કર્યા જ કરે છે અને આ વખતે હુમલો કરી દિધો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ધોરાજી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application