સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી રિયા ચક્રવર્તીની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હતી. હવે ૬ વર્ષ પછી અભિનેત્રીએ એ મુશ્કેલ સમય વિશે ખુલીને વાત કરી છે. રિયાએ જણાવ્યું કે તે સમયે મળેલો આઘાત (ટ્રોમા) આજે પણ તેનો પીછો નથી છોડી રહ્યો અને તે હજી સુધી તેમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી.બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ તાજેતરમાં એ મુશ્કેલ સમયને યાદ કર્યો, જેમાંથી તે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના વળાંક પર પસાર થઈ હતી. વર્ષ ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલાની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રિયા અને શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી. આ કિસ્સાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું અને બંનેએ ભારે ટીકાઓ તેમજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે રિયાને આ શોમાં પૂછવામાં આવ્યું કે શું તે એ આઘાતમાંથી સંપૂર્ણ બહાર આવી ચૂકી છે, ત્યારે તેણે કહ્યું કે આવા અનુભવો ક્યારેય પૂરી રીતે ખતમ નથી થતા. રિયાએ જણાવ્યું કે આઘાત માત્ર મગજ પર નહીં, પરંતુ શરીર અને લાગણીઓ પર પણ અસર છોડી જાય છે. તેણે કહ્યું કે તે થેરાપીની મદદથી પોતાને સંભાળવા અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ એ દર્દને પૂરી રીતે ભૂલી જવું સરળ નથી. આજે પણ જો ઘરના દરવાજાની ઘંટડી વાગે છે, તો મને જૂના દિવસો યાદ આવી જાય છે. તે સમયે એવો માહોલ હતો કે દરેક નાનો અવાજ પણ અમને કોઈ ખતરા જેવો લાગતો હતો.આ શોમાં રીયાએ જણાવ્યું કે તે ઘટના પહેલા તેની જિંદગી બિલકુલ અલગ હતી. તેનું સપનું આઈઆઈએમ અથવા વ્હાર્ટન જેવી મોટી બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરવાનું હતું, પરંતુ અચાનક બધું જ બદલાઈ ગયું. તેણે કહ્યું કે જિંદગી એવો વળાંક લીધો, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી.એ ખરાબ સમયમાંથી બહાર નીકળવામાં તેને આશરે ચારથી પાંચ વર્ષ લાગી ગયા. તેણે જણાવ્યું કે આજે પણ ઘણીવાર તે એ ઘટનાઓને યાદ કરે છે અને વિચારે છે કે આખરે તેમની સાથે આવું કેમ થયું. તેણે એ પણ જણાવ્યું કે તેને 'પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર' છે અને આજે પણ ઘરની ઘંટડી વાગવા જેવી નાની-નાની બાબતો તેને જૂના દિવસોની યાદ અપાવી દે છે.રિયાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, તેના માટે આ અનુભવ એટલા માટે વધુ મુશ્કેલ હતો કારણ કે બધું જ સાર્વજનિક રીતે થયું હતું. આખા દેશ અને મીડિયાની નજર તેમના પર હતી અને દરેક વ્યક્તિ તેમના વિશે પોતાના અભિપ્રાયો બનાવી રહી હતી. જો કે, તેણે અને તેના ભાઈએ ધીમે-ધીમે પોતાને સંભાળ્યા અને જિંદગીમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application