BREAKING NEWS

ત્રંબા નજીક કારે એક્ટિવાને ઉલાળતા પત્નીનું મોત; પતિ અને પુત્રને ઈજા

  • June 26, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રંબા પાસે ગઈસાંજે પુરપાટ ઝડપે આવતી કારે એક્ટીવાને ઠોકર મારતા એક્ટિવામાં સવાર દંપતિ અને બાળકને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં પત્નીનું મોત નીપજ્યું હતું જયારે પતિ અને પુત્રને ઈજાઓ થતા દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે ભીમ અગિયારસ હોવાથી દંપતિ ત્રણ વર્ષના પુત્રને લઈને શ્રીખંડ, કેરીનો રસ સહિતની વસ્તુઓ લઈને પરત ઘરે જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. બનાવના પગલે પરિવારમાં ભારે શોક છવાયો છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ત્રંબામાં ગઢકા રોડ શિવમ પાર્ટી પ્લોટની બાજુમાં ગોલ્ડ કોઈન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ધીરુભાઈ બાંભણીયા (ઉં. વ.34)ના ગઈકાલે સાંજે એક્ટિવામાં પત્ની નિશાબેન (ઉં.વ.32) અને પુત્ર કાનો (ઉં.વ.03)ને બેસાડી ગામમાં કેરીનો રસ અને શ્રીખંડ સહિતની વસ્તુઓ લેવા માટે ગયા હતા વસ્તુઓ લઈને પરત ફરતા હતા ત્યારે ત્રંબા ગામ નજીક ખોડીયાર હોટલ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી જીજે -03- એનએફ - 3065 નંબરની કારે એક્ટીવાને જોરદાર ટક્કર મારતા દંપતી અને બાળક રોડ પર ફંગોળાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારને તેમજ 108ને જાણ કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ નિશાબેનને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે મૃતકના સસરા ધીરુભાઈ રાણાભાઇ બાંભણીયાની ફરિયાદના આધારે પોલીસે જીજે -03- એનએફ - 3065 ના કાર ચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application