#aajkaal team
યુટ્યુબર નીતિન જાની (ખજૂરભાઈ) 2027ની વિધાનસભાની ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. રાજકોટમાં કાર્યક્રમમાં નીતિન જાનીએ કરી. ભણેલા લોકોને રાજકારણમાં આવવા કરી હાકલ કરતા કહ્યું કે, હવે એવું લાગે છે કે ચૂંટણીમાં ઉતરવું પડશે. નીતિન જાની અને કોઇ પણ પાર્ટીમાંથી યુવાનો ચૂંટણી લડે તેવું નીતિન જાનીનું કહેવું છે.
નીતિન જાણીએ જણાવ્યું હતું કે, ભણેલા યુવાનો આગળ વધવા માંગતા હોય અને સામાજિક કામ કરવા માંગતા હોય તો જરુરથી ચૂંટણીમાં ઉતારજો, તમારી દયા હશે તો હું પણ 2027ની ચૂંટણીમાં ઉતરવાનો છું. યુવાનોને ખાસ કહું છું કે તમે ભણેલા હોય તો વટથી ચૂંટણીમાં ઉતારજો
નીતિન જાનીએ અત્યાર સુધી હજારો ગરીબ પરિવાર માટે ઘર બનાવ્યા
નીતિન જાનીએ અત્યાર સુધી ઘણા ગરીબ માણસોની સેવા કરી છે અને આગળ પણ તે સેવા કરતા રહેશે, તેમણે કાચા માથી પાકા મકાનો પણ ગરીબ માણસોને બનાવી આપ્યા છે, 24 મેના રોજ નીતિન જાનીનો જન્મદિવસ છે. સુરતમાં 24 મે, 1987મા જન્મેલા નીતિન જાનીના પિતા કથાકાર હતા. નીતિન જાનીએ સુરતમાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ પરિવાર બારડોલી રહેવા જતો રહ્યો હતો.