BREAKING NEWS

તું અમને ભટકાઇ ગઈ છો, તારા મા–બાપે કોઇ સંસ્કાર જ આપ્યા નથી કહી પરિણીતાને ત્રાસ

  • June 22, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ જેતપુરમાં સગર્ભા પરિણીતાએ ગોંડલમાં રહેતા પતિ અને સાસુ–સસરા સામે શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાને રસોઇ બાબતે તથા કંડકટર તરીકે નોકરી મળતા આ વાત સાસરિયાને પસદં ન પડતા ત્રાસ આપતા હતાં.
હાલ જેતપુરમાં નરસગં ટેકરી ભાદરના સામાકાંઠે વિસ્તારમાં રહેતા લતાબેન (ઉ.વ. ૨૯) નામની પરિણીતાએ ગોંડલમાં ભગવતપરા દોમડીયા સોસાયટી ચબુતરાવાળી શેરીમાં રહેતા પતિ સાગર અશોકભાઈ ખીમસુરીયા, સસરા અશોકભાઈ અને સાસુ શારદાબેન વિદ્ધ જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે એમએસડબલ્યુ સુધી અભ્યાસ કર્યેા છે. ગઇ તા. ૧૩૧૧૨૦૧૭ ના સાગર સાથે પ્રેમલ કર્યા હતા. લના છ મહિના સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. બાદમાં સાસુ શારદાબેન રસોઈ બનાવવા બાબતે મેના ટોણા મારતા હતા અને અવારનવાર તું અમને ભટકાઈ ગઈ છું. તેમ કહી હેરાન કરતા હતા સસરા અશોકભાઈને વાત કરતા તેઓ પણ કહેવા લાગ્યા હતા કે, તને તારા મા–બાપ કોઈ સંસ્કાર જ આપ્યા નથી તારામાં કોઈ ધડો જ નથી તેમ કહી ત્રાસ આપતા હતા. બાદમાં આ બાબતે પતિ સાગરને કહેતા તેને ચૂપ કરાવી માતા–પિતાનો સાથ આપ્યો હતો પરિણીતાએ પ્રેમલ કર્યા હોય જેથી માતા–પિતા સાથે વાત કરતા ડર લાગતા તે આ બધુ મુંગામોઢે સહન કરતી હતી.
લના પાંચ વર્ષ સુધી કોઈ સંતાન ન થતાં જે બાબતે સાસુ–સસરા અવારનવાર સંભળાવતા હતા અને પતિ સાગરને બીજા લ કરી લેવા સલાહ આપતા હતા વર્ષ ૨૦૨૩ માં જાન્યુઆરી માસમાં પરિણીતાને પ્રસુતિ કરવા માટે માતા–પિતાના ઘરે આવી હતી બાદમાં ૧૯૪૨૦૨૩ ના દીકરાનો જન્મ થયો હતો છઠ્ઠીના દિવસે સાસરીયાઓ ઘરે આવ્યા હતા ત્યારે સાગરની થોડા દિવસ માટે જેતપુરમાં સાથે રહેવાની વાત કરી હતી. જેથી તે ગુસ્સે થયો હતો અને ઝઘડો કરી બધા જતા રહ્યા હતા તેડી જવા માટે કહેવા છતાં છ મહિના સુધી તેડવા આવ્યા ન હતા. જેથી પરિણીતાએ જેતપુર કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. એકાદ મહિના બાદ પતિ ઘરે આવી સમાધાન કરી પત્ની અને બાળકને તેડી ગયો હતો જેથી તેણે ભરણપોષણની અરજી પાછી ખેંચી લીધી હતી.
વર્ષ ૨૦૨૫ માં પરિણીતાને કંડકટર તરીકે નોકરી મળતા જે બાબત સાસુ–સસરા તથા પતિને ગમતી ન હતી જેથી નોકરી કરવા બાબતે મેણા મારતા હતા અને ન બોલવાનું બોલતા હતા. ગઈ તા. ૧૬૪૨૦૨૬ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યા આસપાસ સાસુ–સસરા તેના પતિને નોકરી ન કરવા દેવા માટે જણાવતા હતા જેથી ઝઘડો કરી માથાકૂટ કરવા લાગ્યો હતો જેથી તે દિવસે કંટાળી પરિણીતાએ પિતાને ફોન કરતા જેથી માતા–પિતા અને નાનો ભાઈ વિશાલ તેડવા માટે આવ્યો હતો અને જેતપુર લઈ ગયા હતા. ત્યારબાદથી પરિણીતા માતા–પિતાના ઘરે જ છે અને હાલ પરણીતા સગર્ભા હોય અને સાત માસનો ગર્ભ છે છતાં સાસરિયાંઓ તેડવા ન આવતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application