BREAKING NEWS

યુવતી પર દુષ્કર્મ આચરી ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી 4.25 લાખ પડાવ્યા

  • November 26, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં રહેતીવિરુદ્ને ફસાવી રવિરત્ન પાર્ક પાસે આવેલા મહિલાના ફ્લેટમાં લઈ જઈ તેના પર માધાપર ચોકડી પાસે રહેતા શખસે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીના ન્યુડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા 4. 25 લાખ આ બંનેએ પડાવી દીધા હતા.

એટલું જ નહીં યુવતીના લગ્ન સમયે પણ બંને આરોપીઓ અહીં આવી ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા હતા. જેથી આ મામલે યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મુકેશ રવજીભાઈ સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જરૂરી કાર્યવાહી કરી હતી.

દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં રહેતી યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવલી ફરિયાદમાં આરોપી તરીકે માધાપર ચોકડી પાસે રહેતા મુકેશ રવજીભાઈ સોલંકી અને સાધુ વાસવાની રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ બે ફ્લેટ નંબર 201 માં રહેતા પ્રીતિબેન ઘેટીયાના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે બી એન એસની કલમ 64(૨), એમ,308( 2), 351 (3), 115 (2), 61( 2) મુજબ ગુનો નોંધ્યો છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મુકેશ અને પ્રીતિએ ગુનાહિત કાવતરું રચી યુવતીને ફસાવ્યા બાદ આરોપી મૂકેશે સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ ખાતે પ્રીતિના ફ્લેટ પર યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં યુવતી યુવતીના ન્યુડ ફોટા પાડી વિડીયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ યુવતીને વાંધાજનક ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કટકે કટકે તેની પાસેથી રૂ.4.25 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા તેમજ આરોપી મૂકેશે યુવતી ને કારના ચાર્જિંગ વાયર વડે તેમજ કળા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.

વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેણીના લગ્ન સમયે પણ આ બની શખસો અહીં ધસી આવી યુવતીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા હતા. જેથી અંતે કંટાળી જઈ યુવતીએ આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી મુકેશ અરજી સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application