BREAKING NEWS

જેતપુરમાંથી મહિલાનું પુત્રના પ્રેમપ્રકરણ મામલે અપહરણ: જૂનાગઢથી આરોપીને ઝડપી લેવાયા

  • March 28, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મેંદરડાની યુવતીની ભગાડી જતા તેના પરિવારજનોએ યુવાનના માતા–પિતા, બહેનને ધમકાવ્યા: બાદમાં યુવકની માતા સાથે મારકૂટ કરી ઉઠાવી ગયા: ત્રણ મહિલા સહિત છને ઝડપી મહિલાને મુકત કરાવાયા

જેતપુરમાં બોખલા દરવાજા પાસે રહેતા મહિલાનો પુત્ર મેંદરડામાં રહેતી યુવતીને ભગાડી ગયો હતો. જે બાબતનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ અહીં જેતપુર આવી મહિલા સાથે મારકૂટ કરી જો અમારી છોકરી નહીં આવે તો તને મારી નાખીશું. તેમ કહી અપહરણ કરી ગયા હતા. અપહરણના આ ગંભીર બનાવને લઈ જેતપુર સિટી પોલીસ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જુનાગઢ એલસીબી સહિતની ટીમોએ મળી મહિલાનું અપહરણ કરનાર ત્રણ મહિલા સહિત છ શખસોને જુનાગઢથી ઝડપી લઇ અપહ્યત મહિલાને મુકત કરાવ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં બોખલા દરવાજા જગાવાળા ચોરામાં રહેતા હનીફભાઈ ગફારભાઈ ગરાણા દ્રારા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના પુત્ર અબ્દુલ કાદિર ઉર્ફે અબુને મેંદરડામાં રહેતી મુસ્કાન નાસીરભાઈ રફાઈ સાથે પ્રેમ સંબધં હોય અને બંને કયાંક ચાલ્યા ગયા હતા. દરમિયાન ગઈકાલે સવારે ૬:૦૦ વાગ્યા આસપાસ અરબાઝ રફાઈ, સોનાબેન રફાઇને આરોપી સમીર ઈસુભાઈ બાદશાહ ફરિયાદીનું ઘર બતાવતા આ આરોપીઓ અહીં આવ્યા હતા અને કહ્યું હતું કે, અમારી દીકરી મુસ્કાન કયાં છે? જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારો દીકરો પણ અમારા ઘરે નથી અમે પણ તેને શોધીએ છીએ જેથી આરોપીએ કહ્યું હતું કે, તું તારા દીકરાને ભૂલી જજે અમે તેને યાં જોશું ત્યાં મારી નાખશું તેમ વાત કરી હનીફભાઈ તથા તેમના પત્ની મુમતાઝબેનને ધમકાવી આરોપીઓ જતા રહ્યા હતા.
બાદમાં ફરિયાદીની દીકરી સમીરાબેન જેતપુરમાં સાસરીયે હોય તેના ઘરે જઈને પણ તારો ભાઈ કયાં છે? તેમ કહી તારો ભાઈ મારી બહેનને ભગાડી ગયો છે યારે તારો ભાઈ મળશે ત્યારે તારા ભાઈને અમે જીવતો રહેવા દેશુ નહીં કહી ધમકી આપી હતી.
બાદમાં ફરિયાદીના પત્ની મુમતાઝબેન જેતપુરમાં હત્પસેની ચોક ચકીવાળી શેરીમાં આવેલ વોરા સમાજની વાડીએ રસોડાના કામ માટે ગયા હતા. ત્યાં આરોપીઓ અહીં ધસી આવી મુમતાઝબેન સાથે બોલાચાલી કરી લાફા મારી કહ્યું હતું કે, કોઈની છોકરીને ભગાડી જશે તેમ કહી તેમનો હાથ પકડી બહાર કાઢી મુમતાઝબેનને કહ્યું હતું કે, જો અમારી છોકરી નહીં આવે તો તને મારી નાખીશ હત્પં તેમ કહી વાહનમાં બેસાડી મુમતાઝબેનનું અપહરણ કરી ગયા હતા જેથી તેમના પતિ હનીફભાઈ ઘરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
અપહરણના આ ગંભીર બનાવને લઈ રાજકોટ રેન્જ આઇજી નિર્લિ રાય, એસપી વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાની રાહબરીમાં જેતપુરમાં માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી હતી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News