ઉનાળાની શરૂઆતની સાથે પાણીની પારાયણ શરૂ : રાજકોટમાં વોર્ડ નં.11માં પૂરતું પાણી ન મળતા મહિલાઓમાં રોષ

  • February 15, 2023 08:29 PM 
એક તરફ રાજકોટ મહાનગરપાલિકા પાણીનો વેરો વધારી રહી છે તો બીજી બાજુ પાણીની સમસ્યા યથાવત છે. વેરો વધારવામાં રાજકોટ મનપા માહેર છે પણ સુવિધા આપવામાં ઉણી ઉત્તરે તો રાજકોટવાસીઓનો બેડો પાર થઈ જાય. ઉનાળાની હજુ તો શરૂઆત જ થઈ છે. ત્યાં જ પાણીની સમસ્યાની ફરિયાદ ઉઠી છે. વાત થઈ રહી છે અહીંયા રાજકોટમાં વોર્ડ નં.11ની.. મવડી વિસ્તારના સોરઠીયા પાર્કમાં પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. વોર્ડ નં.11ના સ્થાનિકો દ્વારા પાણીની સમસ્યાની ફરિયાદો પણ તંત્રને કરાઈ છે. પણ સમસ્યાનો ઉકેલ ત્યાં સુધી ન આવે જ્યાં સુધી વિરોધ ન થાય. જોકે ઘણી વખત અનેક વાર વિરોધ કર્યા પછી પણ રાજકોટ મનપા સમસ્યાનો ઉકેલ લઈ આવવામાં ખરી નથી ઉતરતી. વોર્ડ નં.11માં આજે મહિલાઓ પાણી મામલે રણચંડી બની હતી. ફક્ત 10 મિનિટ જ પાણી આપવામાં આવતા લોકોને પૂરતું પાણી મળતું નથી. 10 મિનિટમાં પણ ધીમા ફોર્સ સાથે પાણી આવતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ વેચાતું પાણી લેવું પડી રહ્યું છે. આજે પાણીની સમસ્યાને લઈને કોંગ્રેસ અને લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મનપા જો પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાગે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. સાથે વોર્ડ નં.11ના એન્જિનયરને પકડી પોતાનો રોષ તેની સમક્ષ પ્રગટ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application