પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તેના દેશમાં 2025 ચેમ્પિયન્સ ટ્રોફી યોજવા માટે મક્કમ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બજેટની મંજૂરી મળ્યા બાદ PCBએ આ ટૂર્નામેન્ટ માટે વધુ પ્લાનિંગ શરૂ કરી દીધું છે. પીસીબીએ આ આઈસીસી ટૂર્નામેન્ટના સ્થળ અને જૂથ અંગે પહેલેથી જ નિર્ણય કરી લીધો છે. પાકિસ્તાન બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ પણ તૈયાર કરી લીધું છે. હવે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદઘાટન અને સમાપન સમારોહની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.
જોકે પીસીબીએ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેના માટે સ્થળ પણ પસંદ કર્યું છે. તેમ છતાં તે હજુ પણ આઈસીસીની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર જો ICC એ લીલી ઝંડી આપે છે કે ઈવેન્ટ સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજાશે તો ઓપનિંગ સેરેમની કરાચીના નેશનલ સ્ટેડિયમમાં થશે અને ક્લોઝિંગ સેરેમની લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં થશે.
પીસીબીએ તૈયાર કરી લીધું શેડ્યુલ
પાકિસ્તાન બોર્ડે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ ICCને સુપરત કર્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 8 ટીમો ભાગ લેશે. ગ્રુપ સ્ટેજના અંતે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. ડ્રાફ્ટ શેડ્યૂલ અનુસાર 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વચ્ચે યોજાશે. જો કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
પીસીબીએ તૈયાર કર્યા બે ગ્રુપ
પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફીની આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચી છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ ગ્રુપ Aમાં છે. જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ગ્રુપ બીમાં છે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમ સુપર 4માં રમશે. સુપર 4માંથી ટોચની 2 ટીમો ફાઈનલ માટે ક્વોલિફાય થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech