શહેરના રામાપીર ચોકડી પાસે લાભદિપ સોસાયટીમાં રહેતા શખ્સને એસઓજીની ટીમે તેના ઘર પાસેથી જ ૩.૧૩ લાખની કિંમતના ૬૨.૭૨ ગ્રામ હેરોઈન–બ્રાઉન સુગરના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી માદક પદાર્થનો જથ્થો મોબાઈલ અને રોકડ રકમ સહિત ૩.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.આરોપીની પુછતાછમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા નેપાળી શખસનું નામ ખુલતા ગાંધીગ્રામ પોલીસે તેને ઝડપી લીધો હતો.આ બંનેએ મળી નેપાળ બોર્ડર પાસે આવેલા યુપીના બહરાઇચ ગામ નજીકથી આ પ્રકારે ડ્રગ્સની ૧૩ ખેપ મારી હોવાનું સામે આવ્યું હતું.આરોપીને એક ખેપમાં અંદાજિત અડધો લાખ જેટલી રકમ મળતી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત માદક પદાર્થેાના સેવન અને વેચાણને અટકાવવા માટે પોલીસ કડક કામગીરી કરી રહી છે ત્યારે તેના ભાગપે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ આર.જે.કામળિયા તથા એેએસઆઇ સમીરભાઇ શેખ,સિધ્ધરાજસિંહ, જાડેજા, રાજેશભાઇ બાળા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે રામાપીર ચોકડી પાસે લાભદિપ સોસાયટી શેરી નંબર–૩ પરિશ્રમ સ્કૂલ સામે રહેતા કેતન અશોકદાન ઉધાસ(ઉ.વ ૩૯) નામના શખ્સને તેના ઘર નજીક રામાપીર ચોકડીના પુલ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો.પોલીસે આ શખસ પાસેથી પિયા ૩,૧૩,૬૦૦ ની કિંમતનો ૬૨.૭૨ ગ્રામ હેરોઇન બ્રાઉન સુગરનો જથ્થો કબજે કર્યેા હતો આરોપી પાસેથી મોબાઇલ ફોન .૧૩૦૦ રોકડ સહિત ૩,૨૪,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી કેતન અગાઉ રસનો ચીચોડો ચલાવતો હતો અને હાલ તે ડ્રાઇવિંગ કામ કરે છે.ડ્રાઇવિંગ કામની આડમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થની હેરફેર કરતો હોવાની શંકા સેવાઇ રહી છે.આરોપીની પૂછતાછમાં તે આ માદક પદાર્થનો જથ્થો મોટાભાગે નેપાળીઓને સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસની પુછતાછમાં રાજકોટમાં રહેતા નેપાળી શખસનું નામ ખુલ્યું હતું.
દરમિયાન ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.જી.રોહડીયા તથા ટીમે તપાસ હાથ ધરી રૈયાધાર પાસે રાણીમા ડીમા ચોક નજીક આવાસ યોજના કવાર્ટરમાં રહેતા પુરણ સાજીભાઇ શેરપા(ઉ.વ ૨૯) ને ઝડપી લીધો હતો.પોલીસે આ શખસની પુછતાછ કરતા માલુમ પડયું હતું કે તે પોતે નશાનો બંધાણી હોય અને નેપાળ બોર્ડર પાસે યુપીના બહરાઇ ગામ પાસેથી ત્રણેક વખત બ્રાઉન સુગર લાવ્યો હતો.કેતન ડ્રાઇવીંગ કરતો હોય અને તે નેપાળ બસ લઇ જતો હોય જેથી તેની સાથે પરીચય થયા બાદ તેણે ખેપ મારવાનું શ કયુ હતું.તેણે છેલ્લા ૧૨ માસ દરમિયાન ૧૦ ખેપ મારી હતી.જેમાં એક ખેપમાં તેણે અડધો લાખ જેવી રકમ મળતી હતી
મુખ્ય સપ્લાયર તરીકે બહરાઇચના કલીમનું નામ ખુલ્યું
માદક પદાર્થના જથ્થા સાથે રામાપરી ચોકડી પાસે રહેતા કેતનને ઝડપી લીધા બાદ નેપાળી શખસને ઝડપી લેવામાં આવ્યો હતો.આ બંને શખસોની પુછતાછ કરતા તે નેપાળ બોર્ડર પાસે આવેલા યુપીના બહરાઇચ ગામ પાસેથી માલ લાવતા હોવાની કબુલાત આપી હતી.અહીં તે કલીમ નામના શખસ પાસેથી માલ લાવતા હતા જોકે આ બંનેમાંથી કોઇએ કલીમને જોયો નથી.માત્ર તેને ફોન કર્યા બાદ તેનો કોઇ માણસ આવી માલ આપી જતો હતો.જેથી પોલીસે હવે કલીમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ પદાર્થ પૌરુષત્વ વધારતો હોવાની માન્યતા
કેતન અને પુરણ જે ડ્રગ્સ લાવતા તે હેરોઇન અને બ્રાઉન સગુરની ખાસ મિશ્રણ હતું.આ માલ તેઓ નેપાળીને જ સપ્યાલ કરતા હતાં.આ ખાસ પ્રકારના માદક પદાર્થથી પૌષત્વમાં વધારો થતો હોવાની માન્યતા બંધાણીમાં હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech