ઉના, ગીરગઢડા પંથકમાં મગફળી ખરીદીમાં વેપારી દ્વારા વજન કૌભાંડ: ખેડૂતોમાં દેકારો

  • November 23, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લ ાના ગીરગઢડા તાલુકાના નારીયેરી મોલી ગામે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી મગફળીમાં વ્યાપારી દ્વારા લવાતાં વજન કાંટામાં રીમોન્ટ દ્રારા ચિટિગ કરાતું હોવાનાં આક્ષેપ સાથે ખેડુતો હોબાળો મચાવતાં. સમગ્ર મામલે પોલીસને ધટના સ્થળ પર દોડી ગયા હતાં અને મામલો થાળે પાડયો હતો.ગીરગઠડા તાલુકાના નારીયરી મોલી ગામે આણંદ જીલ્લ ાના વ્યાપારી સૈકનદ અજીત સિંહ રાઠોડ દ્રારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી હતી અને ૩૬ કીલો ૨૦૦ગ્રામના વજનથી કરાઈ જોખવામાં આવતાં અને ખેડૂતોને વ્યાપારીના મગફળી વજનના ઈલેક્ટ્રીક કાંટા પર શંકા જતા ખેડૂતો દ્વારા પોતાની મગફળી બીજા કાંટામાં વજન કરાવતાં ૩૬.૨૦૦ગ્રામના બદલે ૪૦ કીલોનો વજન અન્ય કાંટા આવતા ખેડુતો દ્રારા હલ્લ ાબોલ કરાયો હતો કરીને દેકારો મચાવીને મગફરી પરત કરવાં માંગણી કરી હતી અને વેપારીઓ દ્વારા ખેડૂતોને સાથે છેતરપિંડી કરાતી હોવાનાં આક્ષેપ સાથે મામલો તંગ બની જતાં પોલીસ સ્ટેશન સુધી આ બાબત પહોંચી હતી 


છેલ્લ ા એક મહિનાથી ગીરગઢડા તાલુકાના અલંગ અલંગ ગામોમાં બહારનાં રાજ્યનાં વ્યાપારી સૈકનદ અજીત સિંહ રાઠોડ દ્રારા મગફળીની ખરીદી કરવામાં આવી રહીં હતી અને ગીરગઢડાનાં નારીયરી મોલી ગામે ખેડુતોની ખરીદેલ મગફળીમાં ચાર કિલો વજન વધારે નિકળેલ હોવાનું વ્યાપારી દ્વારા સ્વિકાર કરાયો હતો અને કદાચ ભુલથી ૩૬કીલો ૨૦૦ગ્રામના બદલે ૪૦કીલો મગફળી ભરાઈ ગઈ હોય તેવું કહ્યું હતું પરંતુ મગફળી જોખવાના કાંટામાં રિમોટ દ્રારા ચિટિગ થતું હોવાનું વ્યાપારીના મજુર એ જણાવ્યું હતું અને મગફળી ૩૬કીલો ૨૦૦ગ્રામના બદલે ૪૦ કીલો કાંટામાં જોખવામા આવતી હતી અને રીમોન્ટ દ્વારા ચિટિગ કરાતું હતું જેની જાણ ખેડુતોને થતાં કાંટા પર મગફળી જોખી રહેલ વ્યાપારીના માણસો નાસી જતાં ખેડુતોએ હલ્લ ાબોલ કર્યો હતો અને પોલીસને જાણ કરાઈ હતી .વ્યાપારીઓ દ્રારા જગતનાં તાતને છેતરવાની પ્રવૃત્તિ સામે સમગ્ર ખેડૂતો અને તેમનાં પ્રતિનિધી મંડળ દ્વારા આક્રોશ વ્યક્ત કરી આવાં છેતરપિંડી કરતાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોનાં ખેતિ પાક ખરીદવા આવતાં લોકોને પોતાનાં ખેતી પાકો વેચાણ ન કરે તેવું આહન કરેલ હતું.
​​​​​​​
નારીયરી મોલી ગામે રહેતા મગફળીના દલાલ લાલભાઈ સાથે અમારા પ્રતિનિધિએ વાત કરતા મગફળીના દલાલ લાલભાઈએ લુલા બચાવાં જણાવ્યું હતું કે ખેડુતો પાસેથી ખરીદયેલ મગફળી ૩૬.૨૦૦ગ્રામના બદલે ૪૦.કોલોનો વજનથી ભરાઈ રહીછે ત્યારે તરત મેં વ્યાપારીએ ખરીદ કરાયેલ મગફળીનો ટ્રક ખાલી કરાવ્યો હતો. હાલ તો ઉના તથા ગીરગઢડા પોલીસ દ્વારા વ્યાપારી દ્વારા ખરીદેલ મગફળી સનખડા પોલીસ ચોકી લઈ જવામાં આવી છે અને વ્યાપારી દ્રારા ખેડુતો પાસેથી ખરીદેલ મગફળીનું પેમેન્ટ ખેડુતોને અપાવવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application