રશિયન સેટેલાઇટ અવકાશમાં તૂટી પડ્યો, મિસાઈલથી તોડાયાની ચચા

  • June 28, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અંતરિક્ષમાં રશિયાના એક ઉપગ્રહે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મોટો ખતરો ઉભો કર્યો છે. એક ખામીયુક્ત રશિયન ઉપગ્રહ અવકાશમાં તૂટી પડ્યો, હતો અને 100થી વધુ ટુકડાઓમાં વિખેરાઈ ગયો હતો . જેના કારણે અવકાશયાત્રીઓને એક કલાક સુધી સલામત જગ્યાએ આશ્રય લેવો પડ્યો હતો. આ ઉપગ્રહના વિનાશથી અવકાશમાં પહેલાથી જ રહેલા કચરામાં વધારો થયો છે. રશિયન સેટેલાઇટ રીસર્સ-પી1 ના ભંગાણના કારણો વિશે હાલમાં કોઈ માહિતી નથી. એવી પણ આશંકા છે કે રશિયાએ તેને મિસાઇલ વડે નિશાન બનાવ્યું હશે.આ સેટેલાઈટને 2022માં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુએસ સ્પેસ કમાન્ડ, જે કાટમાળના ઝુંડ પર નજર રાખી રહી છે, તેણે કહ્યું કે અન્ય ઉપગ્રહો માટે તાત્કાલિક કોઈ ખતરો નથી. નાસાના અવકાશ કાયર્લિયે જણાવ્યું હતું કે તે સ્પેસ સ્ટેશનની નજીકની ભ્રમણકક્ષામાં થયું હતું, જેના કારણે અમેરિકન અવકાશયાત્રીઓને લગભગ એક કલાક સુધી તેમના અવકાશયાનમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. સેટેલાઇટનું સંચાલન કરતી રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અમેરિકન સ્પેસ ટ્રેકિંગ ફર્મ લિયોલેબ્સના રડારે સાંજે 6 વાગ્યા સુધીમાં સેટેલાઈટના કેટલાક ટુકડા શોધી કાઢ્યા હતા. યુએસ સ્પેસ કમાન્ડ પાસે સ્પેસ-ટ્રેકિંગ રડારનું પોતાનું વૈશ્વિક નેટવર્ક છે. તેમણે કહ્યું કે સેટેલાઇટના 100 ટુકડાઓ લગભગ ટ્રેક કરી શકાય એટલા મોટા હતા. ભ્રમણકક્ષામાં મોટા ભંગાર પેદા કરતી ઘટનાઓ દુર્લભ છે, પરંતુ ચિંતાજનક છે. કારણ કે અવકાશ ઉપગ્રહોથી ભરેલું છે. આમાં પણ ઘણા ઉપગ્રહો છે જે નિષ્ક્રિય થઈ ગયા છે.
રશિયાએ 2021 માં પ્લેસેટ્સક રોકેટ સાઇટ પરથી છોડેલી જમીન-આધારિત એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ વડે ઉપગ્રહનો નાશ કર્યો હતો. આ પછી તેને અમેરિકા સહિત પશ્ચિમી દેશોની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સ્પેસ-ટ્રેકર અને હાર્વર્ડ ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે જણાવ્યું હતું કે આશરે 88-મિનિટની વિન્ડોમાં જે રેસર્સ-પી1 તૂટી ગઈ હતી, તે પ્લેસેટસ્ક સાઇટ સહિત પૃથ્વી પરની ઘણી સાઇટ્સમાંથી પસાર થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application