પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મએ પહેલા દિવસે કરી 95 કરોડની તોતિંગ કમાણી
અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી 2898 એડીનો પહેલા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનનો ડેટા સામે આવ્યો છે. ફિલ્મે પહેલા દિવસે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે.જો કે આરઆરઆરનો રેકોર્ડ તોડી શકી નથી.કલ્કી 2898 એડી આ વર્ષની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હાસનની ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ જ સારી ઓપનિંગ મળી છે. રિલીઝના પહેલા દિવસે, ફિલ્મે તમામ ભારતીય ભાષાઓમાં 95 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ રિલીઝ થઈ એના થોડા કલાકોમાં જ આ ફિલ્મના રિવ્યુ આવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં કેટલીક કમીઓ હોવા છતાં પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
પહેલા દિવસે ફિલ્મે ભારતમાં કેટલી કમાણી કરી?
અહેવાલ મુજબ, ફિલ્મ કલ્કી 2898 એડીએ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ભારતમાં 95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેમાં તેલુગુમાં 64.5 કરોડની કમાણી, તમિલમાં 4 કરોડની કમાણી, હિન્દીમાં 24 કરોડ, કન્નડમાં 0.3 કરોડ અને મલયાલમમાં 2.2 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જણાવી દઈએ કે, આ ફિલ્મ પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા જ દિવસે લગભગ 180 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
કલેકશનના મામલે આ ફિલ્મોને છોડી પાછળ
પહેલા જ દિવસે અદ્ભુત બોક્સ ઓફિસ કલેક્શન સાથે, કલ્કી 2898 એડીએ KGF 2 (રૂ. 159 કરોડ), સલાર (રૂ. 158 કરોડ), લીઓ (રૂ. 142.75 કરોડ), સાહો (રૂ. 130 કરોડ) અને જવાનના (રૂ. 129 કરોડ) વૈશ્વિક કલેક્શનના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો, આરઆરઆર અને બાહુબલી 2એ હજુ પણ પહેલા અને બીજા સ્થાન પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આરઆરઆર એ વિશ્વભરમાં 223.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને બાહુબલી 2 એ પહેલા દિવસે 214 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
કમલ હાસન ખલનાયકની ભૂમિકામાં
કલ્કી 2898 એડી ફિલ્મમાં પ્રભાસ ભૈરવનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનના ફાઈટ સીનની પણ ટ્વિટર પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચનની સાથે દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ જોવા મળશે. આ ફિલ્મમાં કમલ હાસને વિલનની ભૂમિકા ભજવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech