રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૮ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મનિષભાઇ ભટ્ટ, પ્રવીણભાઇ સેગલિયા, કિરણબેન માંકડીયા અને રીટાબેન સખીયા આજરોજ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે આજકાલ દૈનિકના મેનેજિંગ ડિરેક્ટર અને એડિટર ઇન ચીફ ચંદ્રેશભાઇ જેઠાણી તેમજ મેનેજિંગ એડિટર અનિલભાઇ જેઠાણી સાથે મુક્તમને નિખાલસ વાતચીત કરી હતી.

આ તકે મનિષભાઇ ભટ્ટએ જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં સામાન્ય શહેરીજનોને હંમેશા એવી ફરિયાદ રહેતી હોય છે કે કોર્પોરેટરો વોર્ડમાં કે વિસ્તારમાં દેખાતા નથી ! પરંતુ અમે લોકો વચ્ચે રહીને પ્રજાકીય કામો કરીશું તેની ખાતરી આપીએ છીએ. વોર્ડ નં.૮એ સંપૂર્ણ વિકસિત મોડલ વોર્ડ છે તેમ છતાં જે કંઇ ઘટતું હશે તે પૂર્ણ કરીશું. પબ્લિક ગ્રીવન્સ ઝડપથી ઉકેલાય તે માટે જાગૃત અને સક્રિય રહીશું.વોર્ડ નં.૮એ દાયકાઓથી ભાજપનો ગઢ છે અને મતદારો જ ભાજપની પૂરી પેનલને દરેક ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડે છે તે મુજબ આગામી ચૂંટણીમાં પણ મતદારો પેનલ ટુ પેનલ મતદાન કરીને ભાજપને જીતાડશે તેવો વિશ્વાસ છે.

આ તકે વોર્ડ નં.૮ના ઉમેદવારો સાથે વોર્ડના અગ્રણી દેવકરણ જોગરાણા તેમજ અર્પિત ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application