રાજકોટ : ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને જેટકોના સંયુક્ત ઉપક્રમે અમરેલી તાલુકાના ૮૫ ગામોના વિકાસ માટે જળસંચય અભિયાનનો પ્રારંભ થયો હતો. અમરેલીના સણોસરા ગામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અને ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં જળ સંમેલન મળ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લ ાના ૮૫ ગામોમાં હિટાચી મશીનો દ્વારા જળસંચયના કાર્યોની શરુઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકારના મંત્રને સાર્થક કરતા ગુજરાતમાં જળસંચયની પ્રવૃત્તિઓ વેગવંત બની છે. આ અભિયાનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની સાથે જેટકો અને
પીજીવીસીએલ જેવી સંસ્થાઓના આર્થિક સહયોગથી સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાઓને કાયમી ઉકેલ તરફ લઈ જવામાં આવી રહી છે અને ઉર્જામંત્રી કૌશિકએ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું કે, અમરેલી જિલ્લામાંથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ તેમનો સંકલ્પ છે. જેટકોના આર્થિક યોગદાન અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પુરુષાર્થથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. સૌની
યોજના હેઠળ પાઈપલાઈન દ્વારા તળાવ ભરવા માટેની જે મર્યાદા પહેલા ૩ કિલોમીટર નક્કી કરવામાં આવી હતી. તેમા હવે મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે આ મર્યાદા વધારીને ૭ કિલોમીટર સુધીની કરવામાં આવી છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના વધુમાં વધુ ગામડાઓના તળાવોને નર્મદાના નીરથી ભરી શકાશે. જેનાથી ખેડૂતોને અને સ્થાનિક રહેવાસીઓને સિંચાઈ અને પીવાના પાણીની મોટી સુવિધા પ્રાપ્ત થશે.મંત્રી ઈશ્વર
પટેલ દ્વારા પાણીના પ્રશ્નો અને તેના ઉકેલ અંગેના જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પાણીની તંગીને દૂર કરવા માટે ચેકડેમ એ સૌથી મહત્વનું અને અસરકારક માધ્યમ છે.આ સમારોહમાં સંબોધન કરતા જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડેએ જણાવ્યું છે કે એક જવાબદાર કોર્પોરેટ સંસ્થા તરીકે જેટકો સામાજિક જવાબદારીના ભાગરુપે જળસંચય જેવા ઉમદા કાર્યમાં ભાગીદાર બની છે તેનો આનંદ છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઈશ્વર પટેલ, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય લાઠી જનકભાઈ તળાવીયા, જિલ્લ । ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ઈફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમરાપુરના વતની પરસોતમભાઈ ગેવરીયાએ પોતાના ખર્ચે ૨૦ વિઘા જમીન વેચાતી લઈ અને ગામના વિકાસ માટે અર્પણ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application