BREAKING NEWS

વાંકી ચૂંકી લવ સ્ટોરી: પ્રેમ, કોમેડી, લાગણીનું અનોખું મિશ્રણ

  • May 06, 2026 08:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતી સિનેમા હવે બદલાઈ રહ્યું છે અને તેનું તાજું ઉદાહરણ છે આગામી Dr ફિલ્મ 'વાંકી ચૂકી લવ સ્ટોરી' જાણીતા દિગ્દર્શક ધ્વનિ ગૌતમ દ્વારા નિર્મિત આ ફિલ્મ અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મના ટેલરે લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે, જેમાં હાઈ પ્રોડકશન વેલ્યુ અને આજના યુવાનોને સ્પર્શે તેવી વાર્તા જોવા મળી રહી છે. આ ફિલ્મ આજના યુગના પ્રેમ અને સંબંધોની જટિલતા પર આધારિત છે. વાર્તા એક એવા યુવકની આસપાસ ફરે છે જે પોતાના ભૂતકાળને ભૂલી નવી શરૂઆત કરવા માંગે છે, પરંતુ તેના જીવનમાં વાંકી ચૂકી’ વળાંક ત્યારે આવે છે જ્યારે તેની પૂર્વ પ્રેમિકા ફરી એન્ટ્રી કરે છે. આ ઘટનાક્રમ કેવી રીતે લાગણીઓના સંઘર્ષમાં પરિણમે છે, તે જોવું રસપ્રદ રહેશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વખત કોઈ ફિલ્મના દેખાવ અને સ્ટાઇલ પાછળ આટલો મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જાણીતી કલોથિંગ ચેઇન બેનબા સાથે ભાગીદારી કરીને ફિલ્મના પાત્રો માટે અલ્ટ્રા-પ્રીમિયમ કપડાં તૈયાર કરવામાં આવ્યા છે. કપડાં પાછળ જ રૂા.૧.૫ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે પ્રાદેશિક સિનેમામાં ફેશન ક્ષેત્રે એક નવો વિક્રમ છે. પૂજા જોશી, પરીક્ષિત તમલિયા, ભાવિન ભાનુશાલી અને મિલોની ઝોનસા, શેખર શુકલ, હેમાંગ દવે, સુરભી ઝવેરી વ્યાસ, ચેતન દૈયા, નિતિન ભાનુશાલી અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ પોતાની અદાકારીના કામણ પાથરશે. ફિલ્મનું શૂટિંગ કચ્છના નયનરમ્ય લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. દિગ્દર્શક ધ્વનિ ગૌતમે જણાવ્યું હતું કે, આ ફિલ્મ માત્ર લવ સ્ટોરી નથી, પણ આજના યુગના સંબંધોનો અરીસો છે. જ્યારે નિર્માતા નિતિન ભાનુશાલીએ ઉમેર્યું કે, યુવાનોની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે બેનબા દ્વારા હાઈ-એન્ડ પ્રોડક્શન સ્કેલ પૂરો પાડયો છે, જેથી દર્શકોને વર્લ્ડ ક્લાસ સિનેમેટિક અનુભવ મળે. રોમાન્સ, પારિવારિક ડ્રામા અને સસ્પેન્સનો અનોખો મસાલો ધરાવતી આ ફિલ્મ ૮ મે, ૨૦૨૬ ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application