સીએમ બનતાની સાથે જ વિજયની નવી જાહેરાત, ૧૫ દિવસમાં દારૂની દુકાનો બંધ
સીએમ બનતાની સાથે જ વિજયની નવી જાહેરાત, ૧૫ દિવસમાં દારૂની દુકાનો બંધ
May 12, 2026 11:24 AM
તમિલનાડુના મુખ્યમંત્રી બનતાની સાથે જ થલાપતિ વિજયે મોટો નિર્ણય લીધો છે. તેમણે ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટોપથી ૫૦૦ મીટરની અંદર આવેલી ૭૧૭ સરકારી સંચાલિત દાની દુકાનો બધં કરવાનો આદેશ આપ્યો છે. સરકારી આદેશમાં જણાવાયું છે કે આગામી બે અઠવાડિયામાં આનો અમલ થવો જોઈએ. તમિલનાડુમાં દાની દુકાનો વારંવાર ચર્ચાનો વિષય બની છે. જનતા લાંબા સમયથી શાળાઓ, કોલેજો અને ધાર્મિક સ્થળોની નજીક દાની દુકાનો બધં કરવાની માંગ કરી રહી છે, પરંતુ આ દુકાનોમાંથી થતી આવકને કારણે સરકારો પગલાં લેવામાં અસમર્થ રહી છે. જોકે દરેક પક્ષ, પછી ભલે તે ડીએમકે હોય કે એઆઈએડીએમકે, તેમના ચૂંટણી ઢંઢેરામાં તમિલનાડુમાં દાબંધીનું વચન આપ્યું હતું, નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.પરંતુ વિજયે આવતા વેત રણટંકાર કર્યેા છે