પોરબંદર જિલ્લામાં ખનીજનું ગેરકાયદેસર વહન કરતા ૯૪ લાખના વાહનો તંત્ર એ પકડી પાડ્યા છે
કલેકટર પોરબંદરની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભુસ્તર શાસ્ત્રી પોરબંદર તથા તપાસ ટીમ દ્વારા કુતિયાણા તાલુકાના કોટડા ગામે સરકારી વાહનની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન ભાદર નદી કાંઠે સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર રીતે વહન કરવાના ઇરાદા સહ આવેલ કુલ ૫ ડમ્પર વાહનોને ઝડપી લેવામાં આવેલ તેમજ તમામ વાહનોને સીઝ કરી કુતિયાણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલ તેમજ પોરબંદર તાલુકાના રાતડી તપાસ દરમ્યાન રાતડી ગામ તરફ જવાના રસ્તા પર બે ટ્રક ટ્રક ને બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજ ના ગેરકાયદેસર વહન સબબ અને એક ટ્રક બિલ્ડીંગ લાઈમ્સ્ટોન ખનીજના ઓવરલોડ વહન સબબ વાહનોને ઝડપી લેવામાં આવેલ તેમજ તમામ વાહનોને સીઝ કરી મિયાંણી મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલ તેમજ જવાબદાર વાહન માલિક સંડોવાયેલ તમામ ઇસમો સામે આગળની નિયમોનુસારની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ૯૪ લાખ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેથોલોજી વિભાગમાં ડી.એન.બી.ની છ સીટને મળી મંજૂરી
June 05, 2025 02:53 PMલોર્ડ્સ હોટલ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયું વૃક્ષારોપણ
June 05, 2025 02:52 PMજગતમંદિર દ્વારકાધીશમાં ફરજ બજવતા વિવિધ સુરક્ષા કર્મચારીઓને વિશેષ તાલીમ અપાઈ
June 05, 2025 02:51 PMસિહોરમાં રસ્તા વચ્ચે અડીંગો જમાવતા ઢોરથી સતત અકસ્માતનો ભય
June 05, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech