જગતમંદિર દ્વારકાધીશમાં ફરજ બજવતા વિવિધ સુરક્ષા કર્મચારીઓને વિશેષ તાલીમ અપાઈ

  • June 05, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિદ્વારકા જીલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવતા ભકતો સાથે વિવેકપુર્વક આદરભાવ સાથે વ્યવહાર કરવા ખાસ ફરજ બજાવતા તમામ કર્મચારીને વિશેષ તાલીમ આપવામા આવી હતી. સામાન્ય રીતો મંદિરમા ભકતોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે ભકતોને દર્શનમાં માટે અગવડતા ના થાય અને ચોરી કે અન્ય બનાવ ના બને તેની કાળજી લેવાની સાથે દુર દુરથી આવેલા ભકતોની લાગણી ના દુભાય તેમજ ગેરવર્તન ના થાય તે રીતે વર્તન ફરજ પરના સુરક્ષા કર્મચારીઓ કરે તે માટે તંત્રએ પહેલ કરીને તમારા સુરક્ષા કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી.


પવિત્ર યાત્રાધામ દ્વારકા સપ્તપુરીમાં એક પુરી અને ચારધામનુ એક ધામ છે. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશની નગરીમા દર માસે લાખોની સંખ્યામાં ભકતો દેશ-વિદેશથી આવતા હોય છે. ત્યારે દર્શન કરવા લાંબી કતારો કે કયારેક ધક્કામુક્કી જેવા બનાવો બનતા હોય છે. દેશ-વિદેશથી આવતા કે દુર-દુરથી પ્રવાસ ખેડીને દ્વારકા આવેલા ભકતોને મ઼દિરમાં સુરક્ષા સાથે સગવડતા મળી રહે તે માટે મંદિર પરીસરમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ ફરજ બજાવે છે. મંદિર વધતી ભકતોની ભીડનો લાભને પર્સ, પાકીટ, દાગીના ચોરી જેવા બનાવોને અટકવવા, ખોટી ધક્કામુક્કી કે વિવાદ ના થાય તેની વિશેષ કાળજી રાખીને ભકતોને અસુવિધાનો અનુભવ ના થાય તેની તકેદારી રાખીને સુરક્ષા કર્મચારીઓ કેવી રીતે ફરજ બજાવવી તેની વિશેષ તાલીમ અનુભવી નિષ્ણાતો દ્વારા આપવામા આવી હતી.


સમગ્ર તાલીમ માટેનુ આયોજન જિલ્લા પોલિસ અધિક્ષક નિતેશ પાંડેય અને દેવસ્થાન સમિતિના વહીવટદાર હિમાંશુ એલ ચૌહાણ સંયુક્ત સંકલનમા આયોજન કરવામાં આવ્યુ હતુ. 


આ વિશેષ તાલીમ બુધવારે તારીખ ૪/૬/૨૫ ના બપોરે ૧૩/૩૦ થી ૧૫/૩૦ વાગ્યા સુધી દ્વારકાની  હોટેલ લેમન ટ્રી હોટલના બેન્કવેટ હોલ ખાતે યોજાઈ હતી. જેમાં દ્વારકા જગતમંદિર ખાતે ફરજ બજાવતા પોલીસ ,હોમગાર્ડ, જી આર ડી તેમજ રુદ્રા સિક્યોરિટી અને દેવસ્થાન સમિતીના કર્મચારીઓએ દર્શન અર્થે આવતા દર્શનાર્થીઓ સાથે કેવું વર્તન કરવું તે બાબતે સોફ્ટ સ્કીલ અંગેની તાલીમનું સફળ આયોજન કરાયુ હતુ.


આ સમગ્ર આયોજનમાં દેવસ્થાન સમિતિ નાયબ વહીવટદાર દર્શન સાવધારીયા દ્વારકા પીઆઈ પી. એન. પટેલ, પીઆઈ સોલંકી દ્વારા તમામ પ્રકારનુ આયોજન અને તાલીમ માટે તમામ વ્યવસ્થા યોગ્ય રીતે કરી સુચારુ સફળ આયોજન કર્યુ હતુ. 
​​​​​​​

જગતમંદિર દ્વારકાધીશના સુરક્ષા કર્મચારીઓ વિશેષ તાલીમ આપવા માટે ડીવાયએસપી સાગર રાઠોડની તમામ જહેમત ઉઠાવી હતી. તમામ સુરક્ષા કર્મચારીઓ વિભાગ, કર્મચારીઓની યાદી તેમની તાલીમ, અને અનુભવી નિષ્ણાંતોને દ્વારકામા ખાસ વિષયની તાલીમ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application