BREAKING NEWS

બાબરામાં ખનીજ ભરેલા વાહનો નીકળતા તર્ક–વિતર્ક

  • July 01, 2026 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાબરા શહેર હાલ ઘણા ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું છે ત્યારે બાબરા ખાતે અમરેલી રોડ પર ધોળા દિવસે ખનીજ ભરેલા વાહનો નીકળતા સામે આવ્યા છે ત્યારે હાજર જાગૃત નાગરિક કે તંત્રને ફોન કરતા તત્રં દ્રારા અત્યારે સમય નથી પછી જોઈ લેશો તેઓ જવાબ મળતા અનેક તર્ક–વિતર્ક સામે આવી રહ્યા છે કે શું આ ખનીજ ચોરી તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહી છે કે શું??
શા માટે ખનીજ ચોરીનું દૂષણ ડામવા તત્રં કોઈ પગલા નથી લેતી આવા અનેક પ્રશ્નો હાલ ચર્ચાનો વિષય બની રહ્યા છે આમ તો બાબરા શહેરમાં સરકારી તંત્રની મીઠી નજર હેઠળ અનેક ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ હાલ ચાલી રહી છે અને તત્રં આખા આડા કાન કરી મીઠી નજર હેઠળ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતે કોઈ નક્કર પગલાં લેતી નથી હાલ જોવાનું રહ્યું કે શું બાબરામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડમાશે કે તંત્રની મીઠી નજર હેઠળ ચાલુ રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News