હવે ટ્રાફિક નિયમો તોડીને પોતાનો મોબાઈલ નંબર કે એડ્રેસ બદલીને દંડથી બચી શકાશે નહી. કેમકે ટૂંક સમયમાં વાહન નોંધણી (આરસી) અને ડ્રાઇવિંગ લાઇસન્સ (ડીએલ) ને આધાર સાથે લિંક કરવાની યોજના શ થવાની છે. માર્ગ પરિવહન મંત્રાલય વાહન માલિકો અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો માટે તેમના આધાર સાથે જોડાયેલા સરનામાં, મોબાઇલ નંબર અને અન્ય વિગતો અપડેટ કરવાનું ફરજિયાત બનાવવા માટે એક નવો નિયમ લાવવાનું વિચારી રહ્યું છે. એટલે કે જો કાર, બાઇક અથવા કોઈપણ મોટર વાહન છે, તો સરકાર ટૂંક સમયમાં તમને તમારા સરનામાની વિગતો અપડેટ કરવા અને તેમને આધાર સાથે લિંક કરવા માટે કહી શકે છે. આનાથી, ચલણ જારી કરવામાં આવે ત્યારે વાહન માલિક અને ડ્રાઇવરનું સરનામું સરળતાથી મળી જશે.
મંત્રાલય તેને મોટર વાહન કાયદામાં પ્રસ્તાવિત સુધારાનો ભાગ બનાવવાનું વિચારી રહ્યું છે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય રસ્તા પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર રોક લગાવવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ઘણા લોકો દડં ભરતા નથી. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પર નજર રાખવા માટે કડક દેખરેખ વ્યવસ્થાની જર છે. એવું જોવા મળ્યું છે કે દડં અને કાર્યવાહીથી બચવા માટે લોકો પોતાનો મોબાઇલ નંબર બદલી નાખે છે અથવા નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરે છે. આ ફેરફારનો વિચાર કાર્યવાહીથી બચવાના આ સરળ રસ્તાઓને રોકવા માટે કરવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના એક અહેવાલ મુજબ, પરિવહન વિભાગ દ્રારા ઉલ્લંઘન કરનારાઓને જારી કરાયેલા ચલણોમાંથી ૧૨,૦૦૦ કરોડ પિયાથી વધુના ઇ–ચલણો ચૂકવવામાં આવ્યા નથી. આ નિષ્ફળતાનું મુખ્ય કારણ એ છે કે પરિવહન વિભાગ જે ડેટાબેઝથી ઈ–ચલણ સિસ્ટમ ચલાવી રહ્યું છે તે યોગ્ય નથી. આમાં, લોકોના સરનામાં અને મોબાઇલ નંબર નિયમિતપણે અપડેટ થતા નથી.
પરિવહન વિભાગનો ડેટાબેઝ ૬૦, ૭૦ અને ૯૦ ના દાયકાના વાહન નોંધણી અને ડ્રાઇવિંગ લાઇસન્સથી ભરેલો છે. આમાંના ઘણા રેકોર્ડમાં મોબાઇલ નંબર, આધાર લિંકડ કે અપડેટેડ સરનામાં નથી. સાચી માહિતીના અભાવે ટ્રાફિક નિયમોનો અમલ કરવો મુશ્કેલ બની રહ્યો છે. પરિવહન વિભાગનું કહેવું છે કે સારથી અને વાહન ડેટાબેઝ પરના કેટલાક ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી ઘણા દાયકાઓ જૂના હોય શકે છે. વિભાગ હવે એવી સિસ્ટમ પર વિચાર કરી રહ્યું છે યાં વાહન માલિકો અથવા લાઇસન્સ ધારકો માટે તેમની વિગતો અપડેટ કરવી ફરજિયાત બને.
વિભાગનું કહેવું છે કે આધાર લિંક કરવાથી એજન્સીઓને ચલણ કે દડં વસૂલવા માટે કોનો અને કયાં સંપર્ક કરવો તે જાણવામાં મદદ મળશે. જો ચોક્કસ સમય પછી ઈ–ચલણ દડં ચૂકવવામાં ન આવે તો આરસી અથવા ડીએલ અમાન્ય, રદ અથવા સસ્પેન્ડ થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech