વડોદ ગામે લાઈટના ઉજાશમાં બાજી માંડી બેઠેલા છ શખ્સો ઝડપાયા

  • June 07, 2025 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમરાળાના વડોદ ગામે લાઈટના ઉજાશમાં જુગાર રમી રહેલા છ શખ્સોએ લોકલ ક્રાઇમ બ્રાન્ચે  રોકડ રૂ.૧૫,૫૨૦ નાં મુદ્દામાલ સાથે  ઝડપી લીધા હતા.
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, વડોદ ગામે પ્લોટ વિસ્તાર ખાતે આવેલ મેદાનની ખુલ્લી જાહેર જગ્યામાં લાઇટના ઉજાશમાં  અમુક શખ્સો   તીન પતીનો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે જે બાતમી અંગે રેઇડ કરી  અજય વિનોદભાઇ પરમાર (ઉ.વ.૩૨ રહે.પ્લોટ વિસ્તાર, વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર),ઇશ્વર કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૧ રહે.પ્લોટ વિસ્તાર, વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર),જીતેશ કીશોરભાઇ પરમાર (ઉ.વ.૨૩ રહે.પ્લોટ વિસ્તાર, વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર), જયદિપ ગોકુળભાઇ મકવાણા (ઉ.વ.૨૧ રહે.પ્લોટ વિસ્તાર, વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર), વિપુલ મનજીભાઇ સાકળીયા (ઉ.વ.૨૭ રહે.પ્લોટ વિસ્તાર, વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર) અને  મયુરસિંહ  ઉર્ફે મયુભા બળવંતસિંહ ગોહિલ (ઉ.વ.૫૯ રહે.જુનુ ગામ, વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર)ને ગંજીપત્તાના પાના  અને રોકડ મળી  કુલ કિં.રૂ.૧૫,૫૨૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આં કામગીરીમાં  પોલીસ ઇન્સ.  એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ અને  શૈલેષભાઇ મકવાણા જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application