સેંજળીયા ગામેથી ૬ જુગારી ‚ા. અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયા

  • June 07, 2025 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લાના પાલીતાણાના સેંજળીયા ગામે શેરીના નાકે લાઈટન અંજવાળે જુગાર રમી રહેલા છ શખ્સોને  રોકડ રૂ.૫૧,૧૭૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, સેંજળીયા ગામે ખાખરીયા રોડ થી દરબાર ગઢવાળી શેરીના નાકે, જાહેર જગ્યામાં લાઇટના અંજવાળે અમુક શખ્સો   તીન પતીનો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી શક્તિસિંહ બહાદુરસિંહ ગોહિલ (ઉ.વ.૩૩), પુથ્વીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલ (ઉ.વ.૩૩), મહિપાલસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૩), નિર્મળસિંહ મહોબ્બતસિંહ ગોહિલ (ઉ.વ.૩૭) કુષ્ણરાજસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૦)અને  ઘનશ્યામ ભુપતભાઇ ગુજરાતી (ઉ.વ.૩૨,રહે. તમામ રામજીમંદિર પાસે,સેંજળીયા તા.પાલીતાણા જી.ભાવનગર)ને ઝડપી લઈ  ગંજીપત્તાના પાના તેમજ  રોકડ  મળી કુલ કિં.રૂ.૫૧,૧૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application