પાલીતાણાના ઠાડચ ગામના શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી

  • June 07, 2025 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઠાડચના શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસા હેઠળ સુરત ની લાજપૈાર જેલમાં ધકેલી દીધો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા અગાઉ વિદેશી દારૂની ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ શખ્સ વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપવામાં આવેલ હતી.જે જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત માન્ય રહેતા પાસા વોરંટથી આદિત્ય લાભશંકરભાઇ જોશી (ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.ભેગાળી રોડ, ઠાડચ તા.પાલીતાણા જી.ભાવનગર)ને ઝડપી લઈ સુરત, લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. 
આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ સ્ટાફના હરગોવિંદભાઇ બારૈયા, હસમુખભાઇ પરમાર અને રવિરાજસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application